QR Code – Barcode – ગુજરાતીમાં જાણો – New 2023

આજના બ્લોગ માં એક એવા કોડ વિષે જે છે QR Code – Barcode ગુજરાતીમાં સંપૂર્ણ જાણીશું.

કાળા રંગ ના ચોરસ દેખાતા આ (QR Code) અને આ લાંબી પાતળી લાઈનો (Barcode) જે લાઈન માં ઉભી દેખાય છે હકીકત માં છે શું જેના થકી પેમેન્ટ કરવું અને સ્ટોક મેળવવો આસાન થઇ ગયું છે એ સવાલ ઘણા લોકો ને થતો હોય છે.

QR code અને barcode ચિન્હ આ રીતે જોવા મળે છે

આજે ઘણી જગ્યા એ આપણે ખરીદી કરવા જઈએ ત્યારે ત્યાં google pay, Phone pay, bharat pay જેવા ઘણા બધા પેમેન્ટ કરવાના તરીકા જોવા મળે છે અને એમાં એક વિચાર આવે છે કે આ નાના એવા કાળા રંગ ના ચોરસ ટપકા વાળા (QR Code ) માંથી પૈસા કઈ રીતે આપના બેન્ક ખાતા માંથી કપાઈ ને સામે વાળા ને મળી જાય છે.

આ બંદૂક ટાઈપ ના મશીન ને આ લાંબી દેખાતી કાળા રંગ ની ઉભી લાઈનો (barcode) સામે રાખે અને તરત જ ટૂંક અવાજ આવે છે અને સ્ટોક સાથે પૈસા પણ ગણતરી થઇ જાય છે આતે કેવું મશીન છે એ સવાલ ઘણા ના મન માં અવાર-નવાર થતો જ હોય છે.

આધાર કાર્ડ વિષે અહીંથી જાણો

થોડા વર્ષો પેલા પેમેન્ટ કરવા માટે બેન્ક માં જઈને ચેક લખીને પૈસા નો વ્યવહાર કરાતો હતો એ સિવાય રોકડ થી વ્યવહાર થતો હતો પણ આજે કોઈને પણ પૈસા મોકલવા ખુબ જ આસાન થઇ ગયું છે
મોબાઈલ માંથી કેમેરો શરુ કરો અને કાળા રંગ ના ચોરસ બોક્સ જેવા દેખાતા ચોરસ પર કેમેરો રાખો એટલે પૈસા પ્રાપ્ત કરનાર ના ખાતા માં તરત જતા રહે છે.

Table of Contents

QR Code અને barcode માં શું તફાવત હોય છે ?

QR Code : પૂરું નામ ઝડપી પ્રતિભાવ કોડ ( Quick Response Code ) કહેવાય છે. આનાથી માહિતી નો સંગ્રહ કરી શકાય છે જે માહિતી ના અમુક ભાગો નું પ્રતિનિધિત્વ કરે છે અને આ કોડ ને સ્માર્ટ ફોન થી આસાની થી સ્કેન કરી શકાય છે.

આ કોડ ની અંદર નાના કાળા રંગ ના ચોરસ ટપકાઓ હોઈ છે જે માહિતીને જયારે સ્માર્ટ ફોન ના કેમેરા થી સ્કેન કરવામાં આવે છે ત્યારે એ ટપકાઓ માહિતી ને એવી વસ્તુ માં અનુવાદિત કરે છે જે સામાન્ય માણસ આસાની થી સમજી શકે.

આ કોડ માં ડેટા સંગ્રહ કરવાની ક્ષમતા બારકોડ કરતા વધારે હોઈ છે જયારે બારકોડ માં ઓછી હોઈ છે.

આ કોડ કોઈપણ શોપિંગ મોલ, દુકાન, સિનેમા ઘર, હોટેલ, પેટ્રોલપંપ, જેવા ઘણા બધા સ્થાનો પર ઉપલબ્ધ હોય છે તાકી કોઈપણ વ્યક્તિ આસાની થી કેશ પૈસા આપવાને બદલે આ કોડ ને સ્કેન કરીને પોતાના બેન્ક ખાતા માંથી સીધા પેમેન્ટ કરી શકે છે.

તસ્વીર માં એક સ્ત્રી QR Code સ્કેન કરીને પેમેન્ટ કરી રહી છે.

આ એક મોર્સ કોડ થિયરી પર બનેલ હોઈ છે. હવે આ મોર્સ કોડ શું કહેવાય છે એના વિષે પણ થોડું જાણીયે.

Morse Code : ડોટ (બિંદુ) અને ડેશ (આડી લાઈન) ની રચના થી બનેલ કોડ ને મોર્સ કોડ કહેવાય છે. એ એક એવી થિયરી છે જે અક્ષર, નંબર જેવા ચિન્હો ને ડેસ (—) અને ડોટ (.) જેવા ચિન્હો જેવી રચના ઉભી કરે છે. અંગ્રેજી અક્ષરોને પણ આ ચિન્હ દ્રારા અંકિત કરાયેલ છે. અંગ્રેજી અક્ષર ના દરેક શબ્દ ને ડેસ અને ડોટ ના એક સમૂહ થી જોડેલ છે જે મોર્સ કોડ કહેવાય છે.

Barcode : ઉભી લાંબી કાળી લાઈનો માં નીચે આપેલા નંબરો દ્રારા સરળતા થી એક મશીન દ્રારા વાંચી શકાય છે અને જેમાં પ્રોડક્ટ ઉત્પાદન નંબર,કોઈ વસ્તુ સ્થાન કે વ્યક્તિ ને ઓળખાવા માટે રિટેલ સ્ટોર પર ઉપયોગ માં લેવાય છે જેને બારકોડ કહેવાય છે.

સ્ટોર ની અંદર અથવા વેરહૉઉસ માં રાખેલ સામાન ની ગણતરી સહેલાઇ થી થાય એ માટે આ કોડ લાગવામાં આવે છે. બારકોડ એ પ્રોડક્ટ ની માહિતી ને ન્યુમેરિક અક્ષરો ને સાંકેતિક શબ્દ માં બદલવાનું કામ કરે છે જે સ્ટોર ની અંદર ની ચીજવસ્તુ ની ગણતરી ને સહેલું કરવાનું કામ કરે છે અને એનાથી કામ માં ઝડપ વધે છે અને ખર્ચ ઘટે છે.

આજે barcode નો ઉપયોગ સુપરમાર્કેટ, સ્ટોર, મોબાઈલ શોપ, બેકરી, ઇલેક્ટ્રોનિક શોપ, રમકડા ની દુકાન, સ્ટેશનરી દુકાન, હાર્ડવેર,હોજીયરી, કટલેરી મેકઅપ નો સામાન ની દુકાન,લાઇટિંગ શો રૂમ,મિલીજીન પ્રોડક્ટ,સ્પ્રે-બેલ્ટ,પર્સ જેવા શોરૂમ, ચશ્મા ના શોરૂમ,જ્વેલરી શોરૂમ કે સુપર મોલ જેવા સ્થાનો પર પ્રોડક્ટ ની ઉપર લાગેલા પેકીંગ લેબલ પર કાળા અને સફેદ રંગ ના પટ્ટા જેમાં નીચે કોઈ ન્યુમેરિક અંક લખેલા હોય છે એવા લગાડેલા આ કોડ ને બારકોડ તરીકે ઓળખવામાં આવે છે.

આ ગોડાઉન માં બારકોડ સ્કેનર મશીન વડે કોડ ને સ્કેન કરી રહેલ કાર્યકર વ્યક્તિ ની તસ્વીર છે.

ઉભી દેખાતી કાળી અને સફેદ લાઈનો માં ૦ થી ૯ નંબર માં દરેક ને અલગ અલગ સેટ આપવામાં આવેલ છે ઉદાહરણ તરીકે કોઈ પ્રોડક્ટ નો નંબર ૮ અંક સુધી આપેલ છે તો આ કાળી અને સફેદ લાઈનો ૮ ના સ્વરૂપ માં બનેલી દેખાશે.

બારકોડ ની અંદર એક Country Code પણ ઉમેરવામાં આવે છે જેનાથી કોઈપણ દેશમાં ચીજવસ્તુ ની ખરીદી કરીયે ત્યારે તેના ઉપર ના કોડ થી જાણી શકાય છે કે તે પ્રોડક્ટ કઈ Country માં બનેલ છે.

દરેક Country માં આ કોડ અલગ અલગ આપવામાં આવેલ હોઈ છે જેમાં ભારત દેશ માટે આ કોડ નંબર ૮૯૦ આપેલ છે તો જયારે પણ કોઈપણ કંપની ભારત માં પ્રોડક્ટ બનાવે ત્યારે તેના બારકોડ પર આ નંબર લગાવો આવશ્યક હોય છે.

આ પણ વાંચો   Aadhar card update-ગુજરાતી માં માહિતી- New 2023

બારકોડ ને દુનિયા ના કોઈપણ દેશ માં કોઈપણ વસ્તુ ઉપર લગાવેલ હોય તો એને સ્કેનર મશીન વડે સ્કેન કરીને તેના વિષે માહિતી પ્રાપ્ત કરી શકાય છે.

barcode માં ડેટા સંગ્રહ કરવાની ક્ષમતા QR Code કરતા ઓછી હોઈ છે. બારકોડ એક પરિણામ માં ડેટા સ્ટોર કરી શકે છે જેની સામે QR Code બે પરિણામ માં કરી શકે છે.

barcode થી પેમેન્ટ કરી શકાતું નથી જયારે QR Code થી સહેલાઇ થી કરી શકાય છે.

બારકોડ પણ મોર્સ કોડ ની થિયરી થી બનાવેલ કોડ છે. જે લાંબા અને જાડા પાતળા ચિન્હો સુધી વિસ્તૃત થયેલ છે.

QR Code માં આવેલ આ કાળા-સફેદ રંગ ના બોક્સ ની રચના શું છે?

આ એક નીચે આપેલ તસ્વીર માં એક કાળા અને સફેદ રંગ ના ચોરસ ની અંદર બધી અલગ અલગ રચના કાર્ય સંગ્રહિત હોઈ છે જે બધા મિક્સ કરીને આ રીતે એક કોડ તૈયાર કરવામાં આવે છે.

QR code માં આ રીત ની રચના હોય છે.

આ કોડ ની અંદર જે ડેટા સંગ્રહિત રચના બનાવેલ છે, એજ સૌથી વધારે QR code ની મહત્વ ની બાબત છે.

પોઝીશન પેટર્ન દરેક કોડ માં ૩ પોઝિશન પેટર્ન આપવામાં આવેલી હોઈ છે જે ફોન કેમેરા અને કોડ સ્કેનર દ્રારા દરેક માહિતી ને સ્કેન કરીને સચોટ અને ઝડપ થી પુરી પાડવા નું કામ કરે છે.

Quite Zone એ પુરા ડેટા મેટ્રિકસ કોડ ની ફરતે નો એક ખાલી ઝોન ગણાય છે જે સ્કેન કરનાર ને કોડ શરુ અને પૂરો થાય ત્યાં તેને પ્રકાશિત થવા માટે ની મંજૂરી આપે છે જેની અંદર તમામ ડેટા મોડ્યૂઅલ અને પોઝિશન માર્કર સંગ્રહિત હોય છે.

Data/Error માં ડેટા ની ભૂલ સુધારણા અને તે ક્યાં પ્રકારનો અને કઈ સાઈઝ નો ડેટા છે તેનું કામ કરે છે.

સંસ્કરણ માહિતી માં કેટલા કદ ના ડેટા મતલબ કે કોડ નું કદ કેટલું છે એ દર્શાવે છે અગર કોડ નું કદ વધારે હોઈ તો માઇક્રો ડેટા માટે ચારે બાજુ ૨ ડેટા મોડ્યૂઅલ વધુ ઉમેરવામાં આવે છે. જેમાં કોડ ના કદ ની સાઈઝ ૧ માટે (૨૧-૨૧) અને સંસ્કરણ ૨ -(૩૩-૩૩) pixel ના હોય છે.

ફોર્મેટ માહિતી આ કોડ ની અંદર ની માહિત્તી માં જેમ કે કઈ માસ્ક પેટર્ન બની રહી છે અને કઈ ભૂલ પેટર્ન માં લેવાઈ રહી છે એને એનકોડ કરે છે આની અંદર ૮ માસ્ક પેટર્ન અને ૪ ભૂલ સુધારણા પેટર્ન જેવી કે (ન્યુમેરિક,આલ્ફા નુમેરીક, કાંજી, બાયનરી/બાઈટ )જેવા એન્કોડિંગ મોડ્સ હોય છે.

સમય પેટર્ન આ એક એવી પેટર્ન છે જે કેમેરા ને સ્કેન કરી કોડ ને વાંચવાની મંજૂરી આપે છે અને કેમેરાને કોડ ની અંદર રહેલા અલગ પ્રકાર ના ચોરસ ને ઓળખવા માં મદદગાર થાય છે.

સંરેખણ પેટર્ન એ કેમેરા સ્કેનર ને કોડ ની દિશા નક્કી કરવામાં મદદરૂપ થાય છે અને આના થકી કોડ ને સ્કેન કરવું પણ સરળ બને છે.અને વળી આ પોઝિશન પેટર્ન ની સરખામણી માં દેખાવ માં એના જેવો જ પણ નાનો હોઈ છે.

આ એક ૨-ડી બાર કોડ કહેવાય છે જેમાં ઇમેઇલ એડ્રેસ, વેબસાઈટ, હાઇપર લિંક, વીઝીટીંગ કાર્ડ, ગૂગલ નકશા ની લિંક,ફેસબૂક લિંક, pdf ફાઈલ લિંક, ફોન નંબર, વિડિઓ,ઓડિયો જેવા હરએક નો આ કોડ માં સમાવેશ થાય છે. અને જેને મોબાઈલ ના કેમેરા થી આસાની થી સ્કેન કરીને માહિતી પ્રાપ્ત કરી શકાય છે.

આની અંદર ડેટા સ્ટોર કરવા માટે એનકોડિંગ મોડ નો ઉપયોગ કરવામાં આવે છે. જેને એક મશીન દ્રારા જ વાંચી શકાય છે જેમ કે મોબાઈલ કેમેરા સ્કેન, QR code સ્કેનર જેવા ઉપકરણો થી જ વાંચી શકાય છે.

QR code મુખ્યત્વે ૨ પ્રકાર ના હોય છે ૧.statik અને ૨.dynamic જેમાં ડાયનામિક કોડ ની અંદર એક વાર માહિતી ઉમેરા બાદ એમાં પાછળ થી નવો ઉમેરો કરી શકાય છે આ કોડ બહુ ગતિશીલ હોઈ છે જયારે સ્ટેટિક કોડ ની અંદર એક વાર માહિતી ઉમેરા બાદ પાછળ થી એમાં કઈપણ ઉમેરી શકાતું નથી કારણ કે આ કોડ સ્થિર સ્વરૂપ માં હોય છે.

સ્ટેટિક કોડ ત્યાં સુધી સમાપ્ત થતો નથી જ્યાં સુધી કોડ ની પાછળ આપેલી એક કવિક લિંક સક્રિય રહે ત્યાં સુધી કોડ કાર્યરત રહે છે.

QR code ને જયારે પણ બનાવામાં આવે ત્યારે તેની સાઈઝ,કલર,રેળાયેલો,ભડકીલો કલર,એકદમ આછો કલર કે ફેન્સી, ગુણવતા,ચોકસાઈ, વધારે ગુંચવણ વાળો,કોઈ બેકગ્રાઉન્ડ વગર જેવી બાબત માં ખાસ ધ્યાન આપવું જોઈએ નહીતો કોડ સ્કેન કરવામાં તકલીફ ઉભી થઈ શકે છે.

QR Code કઈ રીતે બનાવી શકાય છે અથવા એ કોણ બનાવે છે?

એક નવો QR code બનાવા માટે google chrome માં સર્ચ કરીને QR code generator ટાઈપ કરીને એમાં જઈને free માં આસાની થી બનાવી શકાય છે.

કોડ બનાવા માટે ઘણી બધી વેબસાઈટ ગૂગલ પર ઉપલબ્ધ છે જેમાં ફ્રી સાઈટ માં જઈને તમારી સાઈટ ની લિંક ઉમેરો અથવા તેમાં ઉપર દર્શાવેલા કોઈ આપને અનુરૂપ ટોપિક ને ઉમેરો અને પછી રંગ અને શૈલી પસંદ કરો અને ફાઈલ જનરેટ કરો અને ડાઉંનલોડ કરીલો.

સ્ટેટિક કોડ એ ફ્રી માં બની શકે છે જયારે ડાયનામિક કોડ માં દર મહિને ચાર્જ લાગે છે.

QR code મોબાઈલ પર થી પણ બનાવી શકાય છે એના માટે પણ સેમ પ્રોસેસ જ કરવાની રહે છે.

QR Code શેના કામ માં લેવાય છે?

આ કોડ ને પેમેન્ટ કરવા માટે સુપર મોલ,સ્ટોર,પેટ્રોલપંપ,સિનેમા ઘર, મોબાઈલ શોપ,સુપર માર્કેટ,હોટેલ જેવા સ્થાનો પર ઉપયોગ માં લેવાય છે જેનાથી કોઈપણ વ્યક્તિ રોકડ રકમ આપ્યા વગર આસાની થી પેમેન્ટ કરી શકે.

આ ઉપરાંત કોઈપણ પ્રોડક્ટ ને વેચવા માટે તેના પર આ કોડ ને લગાવી શકાય છે. તેનાથી એ પ્રોડક્ટ નું સીધું પેમેન્ટ કરી શકાય છે.

photo credit-gettyimages

QR Code ક્યાં લગાવાય છે એનાથી ફાયદો શું થાય છે?

પોતાના ધંધાની માહિતી પુરી પાડવા જેવીકે પોતાની વેબસાઈટ પર સીધા આમંત્રણ આપવા માટે વીઝીટીંગ કાર્ડ પર છપાવી શકાય છે.

વેબસાઈટ પર વિઝીટ, YouTube ,ફેસેબૂક,ગૂગલ નકશા ની લિંક, pdf ફાઈલ લિંક, ફોન નંબર, વિડિઓ,ઓડિયો જેવી ચેનલ ને લિંક કરવા માટે આ કોડ ઉપયોગ માં લઇ શકાય છે.

QR Code થી શું ખાલી પેમેન્ટ જ કરી શકાય છે?

ના, QR code ને ફક્ત પેમેન્ટ માટે જ ઉપયોગ માં નથી લેવાતો પરંતુ બીજા પણ ઘણા બધા કામ જેવા કે પોતાની વેબસાઈટ પર લઇ જઈને કોઈ જાણકારી આપી શકાય, કોઈ શો ઓર્ગેનાઈઝ કરવા માટે એડ્રેસ માટે આને લિંક કરી શકાય, કોઈ જગ્યા શોધવા માટે ગૂગલ મેપ સાથે લિંક કરી શકાય આવા બીજા પણ ઘણા બધા કામ માટે ઉપયોગ માં લઇ શકાય છે.

આ પણ વાંચો   કોમ્પ્યૂટર માં સ્ક્રીનશોટ લેવાની 5 રીત new pdf

QR Code ક્યાં ક્યાં ઉપલબ્ધ જોઈ શકાય છે.

આ કોડ સુપર મોલ,સ્ટોર,પેટ્રોલપંપ,સિનેમા ઘર, મોબાઈલ શોપ,સુપર માર્કેટ,હોટેલ જેવા સ્થાનો પર જોઈ શકાય છે. જેને સ્કેન કરીને આસાની થી હોટેલ બિલ,કપડા બિલ,બુટ-ચપ્પલ બિલ,મોબાઈલ બિલ,સિનેમા ટિકિટ,જેવા પેમેન્ટ આસાની થી કરી શકાય છે.

Barcode માં આવેલ આ કાળા-સફેદ રંગ ની ઉભી લાઈન ની રચના શું છે?

બારકોડ એ એવી પેટર્ન છે જેમાં કાળી અને સફેદ લાંબી લાઈન માં નીચે આપેલ ન્યુમેરિક અક્ષર જેમાં વસ્તુની કિંમત વસ્તુ નું ઉત્પાદન વર્ષ અને વસ્તુનો આપેલ ક્રમાંક નંબર અને સમાપ્તિ તારીખ અને કન્ટ્રી કોડ જેવા વસ્તુ ને સંબંધિત માહિતી ની એક શ્રેણી હોય છે જેને સ્કેનર મશીન દ્રારા વાંચી શકાય છે જે એક બારકોડ છે.

Barcode માં આ રીત ની રચના હોય છે

આ કોડ બનાવા માં ૦ થી ૯ અંક સુધી ના અક્ષરો નો ઉપયોગ કરી શકાય છે જેને CorelDraw જેવા કમ્પ્યુટર ગ્રાફિક્સ પ્રોગ્રામ થકી બનાવી શકાય છે. CorelDraw માં edit મેનુ માં insert barcode માં જઈને એક નવો barcode બનાવી શકાય છે.

સામાન્ય રીતે બારકોડ માં ૨ પ્રકાર હોય છે જેમાં UPC (યુનિવર્સલ પ્રોડક્ટ કોડ) જેમાં મુખત્વે ૧૨ અંક અને EAN (ઇન્ટરનેશનલ આર્ટિકલ નંબર ) જેમાં મુખ્યત્વે ૧૩ અંક નો સમાવેશ થાય છે. આ બંને કોડ નો ઉપયોગ કન્ટ્રી પ્રમાણે અલગ અલગ થતો હોય છે જે ડેટા પહોંચાડવા માટે ઉપયોગી બને છે.

જો UPC બારકોડ નો ઉપયોગ કરવો હોય તો તેના માટે પૈસા ચૂકવવા પડે છે જે ફ્રી નથી હોતો. હરકોઈ પોતાની પ્રોડક્ટ ને અનુસાર આ કોડ online ખરીદી શકે છે. હાલ માં મોટી કંપનીઓ જે ઓનલાઈન બિઝનેસ સાથે જોડાયેલી છે આ કોડ નો ઉપયોગ કરી રહી છે અને પ્રોડક્ટ ને આસાની થી શોધી શકાય છે.

બારકોડ માં હાલ મુખ્ય આધાર રૂપે GTIN મહત્વનો ભાગ ભજવે છે. GTIN એ એક કંપની ની ઓળખ નું કામ કરે છે જો તમે વિદેશો માં પ્રોડક્ટ નું વેચાણ કરવા માંગતા હોવ તો GS1 લાયસન્સ કાઢવું આવશ્યક બની જાય છે.આજે GS1 ના લાયસન્સ માટે ઘણાખરા દેશમાં ઓફિસ ઉપલબ્ધ છે જે તમારી પ્રોડક્ટ ને એક ઓળખ આપવમાં મદદરૂપ બને છે.

બારકોડ માં છેલ્લો નંબર જે હોય છે એ આગળ ના ૧૧ નંબર માંથી ઓટોમેટિક ગણતરી થઈ ને જાતે જ આવે છે.

Barcode કઈ રીતે બનાવી શકાય છે ?

આ એક કસ્ટમ ઉપયોગ માટે ફ્રી માં બારકોડ બનાવા માટે ગ્રાફિક્સ પ્રોગ્રામ કોરલ ડ્રો માં જઈને આસાની થી જનરેટ કરીને પ્રોડક્ટ ની ઇન્વેન્ટરી અને બિલિંગ ને સ્ટોરના કોમ્પ્યુટર પ્રોગ્રામ સાથે લિંક કરી શકાય છે અને આસાની થી મેનેજ કરી શકાય છે.

બારકોડ જનરેટ ગૂગલ પર સર્ચ કરો પછી તેમાં કોડ નો પ્રકાર પસંદ કરીને જે માહિતી એનકોડ કરવા માંગો છો તે માહિતી ને ઉમેરો પછી ઇમેઇલ આઈડી નાખો અને જનરેટ કરો બસ આ રીતે બારકોડ રેડી થઈ જશે. આ સિવાય ઘણી ઓનલાઈન સાઈટ પર થી પણ બારકોડ જનરેટ કરી શકાય છે.

Barcode શેના કામ માં લેવાય છે?

કોઈ એક પ્રોડક્ટ ને વેચવા માટે શોપિંગ મોલ,સ્ટોર,કે અન્ય કોઈ શોપ દ્રારા તેના પર આ કોડ લગાવામાં આવે છે અને તેને બારકોડ સ્કેનર મશીન થી સ્કેન કરવામાં આવે છે જેનાથી પ્રોડક્ટ ની ઇન્વેન્ટરી ને મેનેજ કરી શકાય છે. અને બિલ બનાવામાં પણ મદદ મળે છે.

Barcode ક્યાં લગાવાય છે એનાથી ફાયદો શું થાય છે?

સ્ટોર માલિક આ કોડ ને લગાવીને બિલ અને પ્રોડક્ટ ની વેરહોઉસ ની ગણતરી ને આસાની થી મેનેજ કરે છે જેનાથી ખર્ચ અને ટાઈમ પણ બચે છે.

મિત્રો બારકોડ અને QR code થી આપણા ધંધા માં આસાની થી મેનેજમેન્ટ કરી શકાય છે જેનાથી બિલ ની સિસ્ટમ પ્રોડક્ટ ની મેળવણી સાઈટ ની વિઝિટ જેવા ઘણા બધા કામો આસાન થઈ જાય છે.

આ આર્ટિકલ ને લગતી વધુ કોઈ માહિતી ની જરૂર હોય અથવા કોઈ સલાહ સૂચન હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સ માં લખીને જણાવો અમને આપની મદદ કરતા ખુશી પ્રાપ્ત થશે અને આપનાથી કંઈક નવું જાણવા પણ મળી શકે છે.

Conclusion

આજે ઘણી જગ્યા એ આપણે ખરીદી કરવા જઈએ ત્યારે ત્યાં google pay, Phone pay, bharat pay જેવા ઘણા બધા પેમેન્ટ કરવાના તરીકા જોવા મળે છે અને એમાં એક વિચાર આવે છે કે આ નાના એવા કાળા રંગ ના ચોરસ ટપકા વાળા (QR Code ) માંથી પૈસા કઈ રીતે આપના બેન્ક ખાતા માંથી કપાઈ ને સામે વાળા ને મળી જાય છે.

આ બંદૂક ટાઈપ ના મશીન ને આ લાંબી દેખાતી કાળા રંગ ની ઉભી લાઈનો (barcode) સામે રાખે અને તરત જ ટૂંક અવાજ આવે છે અને સ્ટોક સાથે પૈસા પણ ગણતરી થઇ જાય છે આતે કેવું મશીન છે એ સવાલ ઘણા ના મન માં અવાર-નવાર થતો જ હોય છે.

FAQ-QR Code – Barcode – ગુજરાતીમાં જાણો

Barcode કઈ રીતે બનાવી શકાય છે ?

આ એક કસ્ટમ ઉપયોગ માટે ફ્રી માં બારકોડ બનાવા માટે ગ્રાફિક્સ પ્રોગ્રામ કોરલ ડ્રો માં જઈને આસાની થી જનરેટ કરીને કરી શકાય છે અને આસાની થી મેનેજ કરી શકાય છે.

બારકોડ જનરેટ ગૂગલ પર સર્ચ કરો પછી તેમાં કોડ નો પ્રકાર પસંદ કરીને જે માહિતી એનકોડ કરવા માંગો છો તે માહિતી ને ઉમેરો પછી ઇમેઇલ આઈડી નાખો અને જનરેટ કરો

Barcode શેના કામ માં લેવાય છે?

કોઈ એક પ્રોડક્ટ ને વેચવા માટે શોપિંગ મોલ,સ્ટોર,કે અન્ય કોઈ શોપ દ્રારા તેના પર આ કોડ લગાવામાં આવે છે અને તેને બારકોડ સ્કેનર મશીન થી સ્કેન કરવામાં આવે છે જેનાથી પ્રોડક્ટ ની ઇન્વેન્ટરી ને મેનેજ કરી શકાય છે. અને બિલ બનાવામાં પણ મદદ મળે છે.

QR Code ક્યાં ક્યાં ઉપલબ્ધ જોઈ શકાય છે.

આ કોડ સુપર મોલ,સ્ટોર,પેટ્રોલપંપ,સિનેમા ઘર, મોબાઈલ શોપ,સુપર માર્કેટ,હોટેલ જેવા સ્થાનો પર જોઈ શકાય છે. જેને સ્કેન કરીને આસાની થી હોટેલ બિલ,કપડા બિલ,બુટ-ચપ્પલ બિલ,મોબાઈલ બિલ,સિનેમા ટિકિટ,જેવા પેમેન્ટ આસાની થી કરી શકાય છે.

QR Code ક્યાં લગાવાય છે એનાથી ફાયદો શું થાય છે?

પોતાના ધંધાની માહિતી પુરી પાડવા જેવીકે પોતાની વેબસાઈટ પર સીધા આમંત્રણ આપવા માટે વીઝીટીંગ કાર્ડ પર છપાવી શકાય છે.
વેબસાઈટ પર વિઝીટ, YouTube ,ફેસેબૂક,ગૂગલ નકશા ની લિંક, pdf ફાઈલ લિંક, ફોન નંબર, વિડિઓ,ઓડિયો જેવી ચેનલ ને લિંક કરવા માટે આ કોડ ઉપયોગ માં લઇ શકાય છે.

QR Code માં આવેલ આ કાળા-સફેદ રંગ ના બોક્સ ની રચના શું છે?

# પોઝીશન પેટર્ન
# Quite Zone
# Data/Error
# સંસ્કરણ માહિતી
# ફોર્મેટ માહિતી
# સમય પેટર્ન
# સંરેખણ પેટર્ન

QR Code અને barcode માં શું તફાવત હોય છે

QR Code : પૂરું નામ ઝડપી પ્રતિભાવ કોડ ( Quick Response Code ) કહેવાય છે. આનાથી માહિતી નો સંગ્રહ કરી શકાય છે જે માહિતી ના અમુક ભાગો નું પ્રતિનિધિત્વ કરે છે અને આ કોડ ને સ્માર્ટ ફોન થી આસાની થી સ્કેન કરી શકાય છે.
Barcode : ઉભી લાંબી કાળી લાઈનો માં નીચે આપેલા નંબરો દ્રારા સરળતા થી એક મશીન દ્રારા વાંચી શકાય છે અને જેમાં પ્રોડક્ટ ઉત્પાદન નંબર,કોઈ વસ્તુ સ્થાન કે વ્યક્તિ ને ઓળખાવા માટે રિટેલ સ્ટોર પર ઉપયોગ માં લેવાય છે જેને બારકોડ કહેવાય છે.

2 thoughts on “QR Code – Barcode – ગુજરાતીમાં જાણો – New 2023”

Comments are closed.