આજના દિવસે Aadhar card update-ગુજરાતી માં માહિતી આપીશું.
આધાર કાર્ડ ૧૨ અંકો ની એક વ્યક્તિગત ઓળખ સંખ્યા છે જે ભારત સરકાર દ્રારા માન્ય ગણવામાં આવે છે. આધારકાર્ડ એક સિટીજનશિપ (નાગરિકત્વ) ના રૂપ માં નહિ પણ એક ઓળખ પત્ર તરીકે છે.
આજના દિવસે આધારકાર્ડ એક જન્મેલ બાળક થી માંડીને એક વરિષ્ઠ નાગરિક માટે કઢાવું સરળ અને અનિવાર્ય હોઈ અને નોંધણી કરાવી શકે છે.
આજના દિવસ માં હર કોઈ વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોવું અનિવાર્ય છે. જો આપની પાસે આધાર કાર્ડ ના હોઈ તો અવશ્ય કાઢવો કારણ કે આધાર કાર્ડ હવે પ્રુફ ના રૂપે ઘણી બધી જગ્યા એ ખુબ જ જરૂરી છે.
નવું બેંક ખાતું ખોલાવું, સ્કૂલ માં બાળક ને દાખલ કરવું, ટ્રેન માં મુસાફરી કરવી, નવો પાસપોર્ટ કાઢવો હોઈ, વીમા પોલિસી ઉતારવી, મેડિકલેઇમ ઉતારવો, રાશન કાર્ડ કઢાવવું, સરકારી યોજના નો લાભ લેવો,સરકારી સહાય પ્રાપ્ત કરવી,શેરમાર્કેટ માં રોકાણ કરવું, નવો GST નંબર કાઢવો હોઈ, ઈન્ક્મટેક્સ ભરવો હોઈ જેવી ઘણી બધી સુવિધા પ્રાપ્ત કરવા માટે આધાર કાર્ડ નું હોવું જરૂરી છે.
૫ વર્ષ થી વધુ ઉંમર ના માટે માતા /પિતા જેવા ખાના ભરવા ફરજીયાત હોતા નથી પણ જો ૫ વર્ષ થી નાનું બાળક હોઈ તો માતા અથવા પિતા નું માંથી કોઈ એક નું નામ અને તેનો આધાર નંબર નાખવો ફરજીયાત છે.
૫ વર્ષ થી નાના બાળકો માટે બાયોમેટ્રિક એટલે કે ( આંગળી ની છાપ,આયરિશ ) લેવામાં આવતા નથી કારણકે તેના ઉંમર વધવા સાથે થતા ફેરફાર ના કારણે. ૫ થી ૧૫ વર્ષ માટે બાયોમેટ્રિક આધાર માટે આપવું ફરજીયાત છે.
QR Code અને Barcode વિષે જાણવા અહીં ક્લિક કરો
એક નવું આધારકાર્ડ કઈ રીતે કઢાવી શકાય છે ?
એક નવું આધાર કાર્ડ કઢાવવા માટે સરકારે અનુમતિ આપેલ અમુક નોંધણી કેન્દ્ર જેવા કે અમુક સરકારી અને પ્રાઇવેટ બેન્કો, પોસ્ટ ઓફિસ, ગ્રાહક સુવિધા કેન્દ્ર, સરકાર માન્ય કોઈપણ નોંધણી કેન્દ્ર પર થી આસાની થી કઢાવી શકાય છે.
નવા આધાર કાર્ડ માટે સરકારી વેબસાઈટ જેવી કે www .uidai.gov.in પર જઈને પૂર્ણ માહિતી પ્રાપ્ત કરી શકાય છે.
myaadhar પર લોગીંગ કરીને આધાર અપડેટ, નવું આધાર નોંધણી, વર્ચુઅલ આધાર,આધાર લોક અનલોક,આધાર ને લગતી કોઈ ફરિયાદ, PVC આધાર કાઢવા જેવી સુવિધાઓ પ્રાપ્ત કરી શકાય છે.
નવા આધારકાર્ડ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.
એક નવા આધારકાર્ડ માટે ઘરનું એડ્રેસ પ્રુફ, વોટર કાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર જેવા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.
અગર આપણા કોઈપણ ડોક્યુમેન્ટ થકી આપણું એડ્રેસ પ્રુફ ના થતું હોઈ તો ઘરના કોઈપણ સદસ્ય સાથે આપણું નામ જોડાયેલું છે એમાંનું કોઈ પ્રુફ રજુ કરવાનું રહે છે. અને એના માટે એક અલગ થી ફોર્મ ભરવાનું રહે છે
ફોર્મ નું નામ : (SELF-DECLARATION FROM THE HEAD OF FAMILY (HOF) FOR SHARING ADDRESS
WITH IMMEDIATE FAMILY MEMBER RESIDING AT THE SAME ADDRESS )
સરનામાં ના પુરાવા માટે : (CERTIFICATE FOR AADHAAR ENROLMENT/ UPDATE (TO BE USED ONLY AS PROOF OF ADDRESS) ભરવું.
મોબાઈલ થકી આધાર કાર્ડ વિષે શું જાણી શકાય છે.
મોબાઈલ નંબર આપ્યા વગર આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે TOTPmAadhaar મોબાઈલ એપ પર થી પ્રાપ્ત કરી શકાય છે.
કયો મોબાઈલ નંબર આપના આધારકાર્ડ સાથે લિંક છે એ જાણવા માટે UIDAI ની સાઈટ પર જઈને મોબાઈલ નંબર,ઈમેઈલ, અથવા આધાર નંબર નાખો જે એક ઓટીપી એના પર મોકલશે
આધાર કાર્ડ સાથે આપના કેટલા મોબાઈલ નંબર જોડાયેલ છે એ જાણવા માટે ટેલિકોમ (TAFCOP) ની સાઈટ પર જઈને જાણી શકાય છે જેની અનુમતિ ટેલિકોમ વિભાગે આપેલ છે
આધાર કાર્ડ માં આપેલા જુના રજીસ્ટેડ મોબાઈલ નંબર ની જગ્યા એ નવો મોબાઈલ નંબર બદલવો હોઈ તો ssup પોર્ટલ પર જઈને સુધારી શકાય છે જેમા તે એક OTP આપના જુના નંબર પર મોકલશે તે નાખીને નવો નંબર અપડેટ કરી શકાય છે.
આધાર કાર્ડ ને મોબાઈલ સાથે લિંક કરવું આવશ્યક છે જેનાથી આપને આપના આધાર કાર્ડ ની જાણકારી આસાની થી મળી શકે
આધાર કાર્ડ ચેક
આધાર કાર્ડ ચેક “Check Aadhaar Status” અથવા https://resident.uidai.gov.in/check–aadhaar. પર ક્લિક કરીને આધારની સ્થિતિ જાણી શકો છો.
આધાર દ્રારા નાણાં પ્રાપ્ત કે મોકલી શકાય ખરા ?
અગર જો કોઈ ને નાણાં મોકલવા હોઈ તો ભીમ એપ ની મદદ થી તેમાં પ્રાપ્ત કરનારનો આધાર નંબર નાખીને મોકલવા સરળ છે.
આધાર કાર્ડ થી ડિજિટલ પેમેન્ટ કરવું પણ સરળ બની ગયું છે. અગર જો બેન્ક માં એક કરતા વધારે ખાતા હોઈ તો પણ બધા ખાતા માંથી આધાર થી ડિજિટલ પેમેન્ટ કરી શકાય છે
આધારકાર્ડ માં વિગતો માં સુધારો કરવા માટે શું કરવું પડે ?
- વિગતો માં સુધારો કરવા માટે સીધા www .uidai.gov.in જઈને update Aadhar details online પર જઈને કરી શકાય છે.
- આધાર નોંધણી કેન્દ્ર પર જઈને કરી શકાય છે.
- ssup (self service update portal ) પર જઈને સીધા વિગતો માં સુધારા કરી શકાય છે.
ટપાલ પદ્ધતિ દ્રારા પણ આધાર કાર્ડ માં સુધારા કરાવી શકાય છે.પણ તેમાં બાયોમેટ્રિક ( આંગળી ની છાપ,ફોટો,આયરિશ-આંખોનું સ્કેન ) જેવા સુધારા કરાવી શકાતા નથી. તેના માટે આધાર કેન્દ્ર પર જવું આવષ્યક છે.
આધારકાર્ડ ખોવાય ગયું હોઈ તો શું કરવું ?
જો આપનું આધારકાર્ડ ખોવાય ગયેલ છે તો તરત જ આધાર કેન્દ્ર પર જઈને ફરીથી ફોર્મ ભરો અને આપનો આધાર નંબર આપીને ડુપ્લીકેટ આધાર માટે અનુરોધ કરો
જો આપની પાસે આધાર સંખ્યા પણ નથી તો આપ UIDAI સાઈટ પર જઈને આપનું નામ અને જન્મ તારીખ નાખીને ફરીથી ઈ-આધાર પ્રાપ્ત કરી શકો છો
શું આધારકાર્ડ નો દુરપયોગ થયો છે કે કેમ કઈ રીતે જાણી શકાય છે ?
આધારકાર્ડ નો દુરપયોગ થયો છે કે કેમ જાણવા માટે mAadhaar મોબાઈલ એપ અથવા resident.uidai.gov.in/aadhaar-auth-history માં જઈને આપ આધાર નંબર નાખીને ને જાણી શકો છો
આપના આધારકાર્ડ ની ઝેરોક્ષ અથવા અન્ય દસ્તાવેજો ની કોપી બને ત્યાં સુધી આપની રૂબરૂ માં જ આપવાનો આગ્રહ રાખો જેનાથી આનો કોઈ દુરપયોગ ના કરી શકે
શું આવકવેરો (income tax) ભરવા માટે આધારકાર્ડ ની જરૂર હોઈ ખરી ?
સરકારી નિયમાનુસાર ઈન્ક્મ ટેક્ષ રિટર્ન ફાઈલ કરવા માટે આધારકાર્ડ નોંધણી ફરજીયાત છે.ફક્ત પાનકાર્ડ હોવા છતાં પણ આધારકાર્ડ નંબર દર્શાવો ફરજીયાત છે.
જો નવું આધારકાર્ડ હજુ કઢાવેલ જ હોઈ અને આપને હજુ મળેલ ના હોઈ અને રિટર્ન ફાઈલ કરવું હોઈ તો નોંધણી કેન્દ્ર પર થી આપેલ સ્લીપ માં દર્શાવેલ આઈડી નંબર નાખી શકાય છે.
આ આર્ટિકલ માં આપેલ તમામ માહિતી સરકારી વેબસાઈટ ( યુઆઈડીએઆઈ ) પર થી તેમજ નવા આવતા આધારકાર્ડ ના અપડેટ સમાચાર પર થી આપેલ છે. વધુ માં જાણકારી પ્રાપ્ત કરવા માટે આપ સીધા આધારકાર્ડ ની સાઈટ ( યુઆઈડીએઆઈ ) પર અથવા તો તેના નક્કી કરેલા નોંધણી કેન્દ્ર પર થી પ્રાપ્ત કરી શકો છો. આમ સમય આવતા નવા નીતિ નિયમો લાગુ પડી શકે છે.
આ આર્ટિકલ થી સૌ કોઈને સચોટ અને સરળ ભાષામાં સમજણ અને માહિતગાર કરવા તેમજ તેની પ્રોસેસ કઈ રીતે કરવી તે વિષે સમજાવાનો અમારો ઉદેશ્ય છે
આ બ્લોગ થકી આપ સૌને પુરી માહિતી આપવાની સંપૂર્ણ કોશિશ કરી છે અગર કોઈ આ બ્લોગ વિષે વધુ માહિતી પ્રાપ્ત કરવા માંગતા હોવ તો નીચે આપેલ કોમેન્ટ બોક્સ માં પ્રશ્ન પૂછી શકો છો અમને આપની સહાયતા કરવામાં આનંદ મળશે અને અમે પુરી કોશિશ કરીશું અને આપની પાસે થી અમને પણ ઘણું જાણવા મળશે.
Conclusion
આજના દિવસે આધારકાર્ડ એક જન્મેલ બાળક થી માંડીને એક વરિષ્ઠ નાગરિક માટે કઢાવું સરળ અને અનિવાર્ય હોઈ અને નોંધણી કરાવી શકે છે. આજના દિવસ માં હર કોઈ વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોવું અનિવાર્ય છે. જો આપની પાસે આધાર કાર્ડ ના હોઈ તો અવશ્ય કાઢવો કારણ કે આધાર કાર્ડ હવે પ્રુફ ના રૂપે ઘણી બધી જગ્યા એ ખુબ જ જરૂરી છે. આથી આ Aadhar card update-ગુજરાતી માં માહિતી આવી છે.
FAQ- Aadhar card update-ગુજરાતી માં માહિતી
આધાર કાર્ડ જોવા માટે online
તમે આધાર કાર્ડ જોવા માટે “Check Aadhaar Status” અથવા https://resident.uidai.gov.in/check-aadhaar. પર ક્લિક કરીને આધારની સ્થિતિ જાણી શકો છો.
આધારકાર્ડ ખોવાય ગયું હોઈ તો શું કરવું ?
જો આપની પાસે આધાર સંખ્યા પણ નથી તો આપ UIDAI સાઈટ પર જઈને આપનું નામ અને જન્મ તારીખ નાખીને ફરીથી ઈ-આધાર પ્રાપ્ત કરી શકો છો
આધાર દ્રારા નાણાં પ્રાપ્ત કે મોકલી શકાય ખરા ?
અગર જો કોઈ ને નાણાં મોકલવા હોઈ તો ભીમ એપ ની મદદ થી તેમાં પ્રાપ્ત કરનારનો આધાર નંબર નાખીને મોકલવા સરળ છે.
આધાર કાર્ડ ચેક
આધાર કાર્ડ ચેક “Check Aadhaar Status” અથવા https://resident.uidai.gov.in/check–aadhaar. પર ક્લિક કરીને આધારની સ્થિતિ જાણી શકો છો.
Mahesh