શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

શ્રી કૃષ્ણ ભજનાવલી માં તેમના દિવ્ય મધુર રાસ નું સુંદર રીતે વર્ણન કરેલ છે.

ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ તરીકે ઓળખાય છે એમને કરેલી અનેક રાસ લીલાઓને આ શ્રી કૃષ્ણ ભજનાવલી માં સુંદર રીતે pdf સ્વરૂપ માં રજુ કરેલ છે.

ભગવાન શ્રી કૃષ્ણ અનેક અસુરો નો સંહાર કરેલ અને ગોપીઓ સાથે રાસલીલા કરેલ ગાયોને ચરાવતી વખતે સુંદર વાંસળી ના સુર રેલવેલા જેને આપણા ગુજરાતી સંતો, ભક્તો, કવિઓ, અને લેખકો દ્રારા લખાયેલ અને ગવાયેલ છે જે આપ સૌ ભક્તો આ આર્ટિકલ થકી મેળવી શકો છો.

Table of Contents

શ્રી કૃષ્ણ ભજનાવલી ગુજરાતી અનુવાદ

ભગવાન શ્રી કૃષ્ણ ની મધુર પ્રાર્થના સંવાદ

આ પણ વાંચો   Gujarati Bhajan Pdf - ભક્તો માટે આધ્યાત્મિક ખજાનો 2023

1.ૐ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે

ૐ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે
ભક્તજનો કે સંકટ,દાસજનો કે સંકટ,
ક્ષણ મેં દૂર કરે… ૐ જય જગદીશ હરે…
જો ધ્યાવે ફલ પાવે, દુઃખ બીનસે મન કા,
સ્વામી દુઃખ બીનસે મન કા…
સુખ સંપત્તિ ઘર આવે, સુખ સંપત્તિ ઘર આવે,
કષ્ટ મિટે તન કા… ૐ જય જગદીશ હરે…
માત પિતા તુમ મેરે, શરણ ગહૂઁ કિસકી,
સ્વામી શરણ ગહૂઁ મેં કિસકી
તુમ બિન ઔર ન દુજા, પ્રભુ બિન ઔર ન દુજા,
આસ કરૂ મેં જિસકી … ૐ જય જગદીશ હરે…
તુમ પૂરણ પરમાત્મા, તુમ અંતર્યામી,
સ્વામી તુમ અંતર્યામી
પારબ્રહ્મ પરમેશ્વર, પારબ્રહ્મ પરમેશ્વર,
તુમ સબ કે સ્વામી… ૐ જય જગદીશ હરે…
તુમ કરુણા કે સાગર, તુમ પાલનકર્તા,
સ્વામી તુમ પાલનકર્તા…
મૈં મૂરખ ખલકામી, મૈં સેવક તુમ સ્વામી,
કૃપા કરો ભર્તા… ૐ જય જગદીશ હરે…
તુમ હો એક અગોચર, સબકે પ્રાણપતિ,
સ્વામી સબકે પ્રાણપતિ…
કિસ વિધિ મિલું દયામય, કિસ વિધિ મિલું દયામય,
તુમકો મૈં કુમતિ… ૐ જય જગદીશ હરે…
દિન બંધુ દુઃખ હર્તા, ઠાકુર તુમ મેરે,
સ્વામી રક્ષક તુમ મેરે…
અપને હાથ ઉઠાઓ, અપને શરણ લગાઓ,
દ્વાર પડા તેરે… ૐ જય જગદીશ હરે…
વિષય વિકાર મિટાઓ, પાપ હરો દેવા,
સ્વામી હરો દેવા…
શ્રદ્ધા ભક્તિ બઢાઓ, શ્રદ્ધા ભક્તિ બઢાઓ,
સન્તન કી સેવા… ૐ જય જગદીશ હરે…
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

ભગવાન શ્રી કૃષ્ણ ની મધુર ધૂન રમઝટ

2.વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ૐ વિઠ્ઠલા

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ૐ વિઠ્ઠલા (ર)
કોણે કોણે દિઠેલા હરી ૐ વિઠ્ઠલા (ર)
વિઠ્ઠલ વિઠ્ઠલ…
ગોકુળ માં આવેલા હરી ૐ વિઠ્ઠલા (ર)
નંદબાવાએ દીઠેલાં હરી ૐ વિઠ્ઠલા (ર)
વિઠ્ઠલ વિઠ્ઠલ…
મથુરા માં આવેલા હરી ૐ વિઠ્ઠલા (ર)
વાસુદેવે દીઠેલાં હરી ૐ વિઠ્ઠલા (ર)
વિઠ્ઠલ વિઠ્ઠલ…
મેવાડ માં આવેલા હરી ૐ વિઠ્ઠલા (ર)
મીરાબાઈ એ દીઠેલાં હરી ૐ વિઠ્ઠલા (ર)
વિઠ્ઠલ વિઠ્ઠલ…
જૂનાગઢ માં આવેલા હરી ૐ વિઠ્ઠલા (ર)
નરસિંહ મહેતા એ દીઠેલાં હરી ૐ વિઠ્ઠલા (ર)
વિઠ્ઠલ વિઠ્ઠલ…
પોરબંદર માં આવેલા હરી ૐ વિઠ્ઠલા (ર)
સીતા માં એ દીઠેલાં હરી ૐ વિઠ્ઠલા (ર)
વિઠ્ઠલ વિઠ્ઠલ…
વિરપુર માં આવેલા હરી ૐ વિઠ્ઠલા (ર)
જલારામે દીઠેલાં હરી ૐ વિઠ્ઠલા (ર)
વિઠ્ઠલ વિઠ્ઠલ…
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

3.અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરં

અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરં
રામ નારાયણમ જાનકી વલ્લભમ
કૌન કેહતા હૈ ભગવાન આતે નહિ
તુમ મીરા કે જૈસે બુલાતે નહિ…
અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરં
રામ નારાયણમ જાનકી વલ્લભમ
કૌન કેહતા હૈ ભગવાન ખાતે નહિ
બેર શબરી કે જૈસે ખીલાતે નહિ…
અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરં
રામ નારાયણમ જાનકી વલ્લભમ
કૌન કેહતા હૈ ભગવાન સોતે નહિ
માં યશોદા કે જૈસે સુલાતે નહી…
અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરં
રામ નારાયણમ જાનકી વલ્લભમ
કૌન કેહતા હૈ ભગવાન નાચતે નહિ
ગોપીયો કી તરાહ તુમ નચાતે નહી…
અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરં
રામ નારાયણમ જાનકી વલ્લભમ
નામ જપતે ચાલો કામ કરતે ચાલો
હર સમય કૃષ્ણ કે ધ્યાન કરતે ચાલો…
અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરં
રામ નારાયણમ જાનકી વલ્લભમ
યાદ આયેગી ઉનકો કભી ના કભી
કૃષ્ણ દર્શન તો દેંગે કભી ના કભી…
અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરં
રામ નારાયણમ જાનકી વલ્લભમ
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

4.કૃષ્ણજી ના નામની તુ લૂંટ લુટીલે

કૃષ્ણજી ના નામની તુ લૂંટ લુટીલે
શ્રીજી ના ચરણે જઈ બેડો પાર કરીલે…
ધ્યાન ધરે એને પ્રભુ જ્ઞાન અપાવે,
ગીરીને ધરીને ગીરીધર કહાવે…
ગોકુળના નાથનું તુ નામ સ્મરીલે,
શ્રીજી ના ચરણે જઈ બેડો પર કરીલે
કૃષ્ણજી ના નામની…
દિવ્ય સ્વરૂપ આનંદના સાગર શ્રીનાથજી,
મેહ જે વરસાવે એ શ્રી હર્ષ શ્રીનાથજી…
પ્રેમ ને આનંદમાં તું રાસ રચીલે,
શ્રીજી ના ચરણે જઈ બેડો પર કરીલે
કૃષ્ણજી ના નામની…
શ્રીજી નામ રટતા મનના દુઃખ દૂર થાય,
નિત્ય હરી છબી જોતા જીવ તરી જાય…
હિતકારી શ્રીજી ને પ્રણામ કરીલે,
શ્રીજી ના ચરણે જઈ બેડો પર કરીલે
કૃષ્ણજી ના નામની…
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

5.રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા

રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા
શ્યામ દેખા ઘનશ્યામ દેખા રે…

રાધા ઢૂંઢ રહી…
રાધા તેરા શ્યામ હમને વ્રજધામ મેં દેખા
બંસી બજાતે હુએ કી રાધા તેરા શ્યામ દેખા

રાધા ઢૂંઢ રહી…
રાધા તેરા શ્યામ હમને ગોકુલ મેં દેખા
ગૈયા ચરાતે હુએ કી રાધા તેરા શ્યામ દેખા

રાધા ઢૂંઢ રહી…
રાધા તેરા શ્યામ હમને વૃંદાવન મેં દેખા
રાસ રાચતે હુએ કી રાધા તેરા શ્યામ દેખા

રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

6.રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી

રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી
મોહનમુરારી બોલો શ્યામ ગિરધારી,
શ્રાવણની કાળી કાળી રાતડી અંધારી,
મથુરાની જેલમાં જન્મ્યા મુરારી

રાધે રાધે….
વનરાતે વનમાં વ્હાલે ગાયુ રે ચરાવી,
બંસરી બજાવે કેવી લાગે પ્યારી પ્યારી
રાધારાની ભોલી ભાલી ચતુર મુરારી
બંસરીના સુરે રાધા નાચે લટકાળી
રાત – દિન જોવું વ્હાલા વાટડી તમારી
રાધે રાધે બોલો ચલે આયેંગે મુરારી
રાધે રાધે…..
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

7.કૃષ્ણ કૃષ્ણ બોલોને ધૂન મચાવો

કૃષ્ણ કૃષ્ણ બોલોને ધૂન મચાવો
રાધેશ્યામ બોલોને ધૂન મચાવો
માતા જેના દેવકીને પિતા વાસુદેવ છે
એવા સુંદર શામળિયાની ધૂન મચાવો
ગોકુળ જેનું ગામ છે ને ભક્તિ કેરું ધામ છે
રાધાજીનો પ્રીતમ વ્હાલો મીરાનો કિરતાર છે
એવા સુંદર શામળિયાની ધૂન મચાવો
કૃષ્ણ કૃષ્ણ બોલોને ધૂન મચાવો
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

8.કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારી

કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારી
મધુરી મોરલી તારી મધુરી બંસરી તારી
કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારી
હસેલા ને રડાવે છે, રડેલાને હસાવે છે
સુતેલાને જગાડે છે, જાગેલાને સુવાડે છે
ભુલેલાને સ્મરણ તારું સુપંથે દોરનારું છે
કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારી
કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારી
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

9.કનૈયો મારો ખોવાણો

મને કોઇ તો બતાવો નંદલાલ, કનૈયો મારો ખોવાણો
મને કોઇ તો બતાવો મારો શ્યામ, કનૈયો મારો ખોવાણો
ઓરડામાં જોયું કે મેં તો ઓસરીમાં જોયું
રસોડામાં નથી મારો લાલ, કનૈયો મારો ખોવાણો
મને કોઇ તો બતાવો નંદલાલ, કનૈયો મારો ખોવાણો
ગોકુળમાં જોયું મેં તો મથુરામાં જોયું
દ્વારકામાં નથી મારો લાલ, કનૈયો મારો ખોવાણો
મને કોઇ તો બતાવો નંદલાલ, કનૈયો મારો ખોવાણો
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

10.વેંત ભરીને એક વાંસનો કટકો

વેંત ભરીને એક વાંસનો કટકો…
એની વ્હાલે વાંસળી ઘડાવી રે હાલોને જોવા જઈએ
ગોકુળમાં ઘડાવી વ્હાલે મથુરામાં મઢાવી
જીણે જીણે હિરલે જાળવી રે હાલો જોવાને જઈએ
વેંત ભરીને એક વાંસનો કટકો…
રાધાને સંભળાવી વ્હાલે ગોપીઓ નચાવી
ગોકુળીયામાં ઘેલું લગાડ્યું રે હાલો જોવાને જઈએ
વેંત ભરીને એક વાંસનો કટકો…
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

11.શ્રી કૃષ્ણ શરણં મમ

કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ્
ડાળ ડાળ પર પંખી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ્
વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ્
ગોકુળીયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ્
યમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ્
શ્યામ ઘેલી સબ ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ્
મધુર વીણા વાજિંત્રો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ્
સૂર્ય ચંદ્ર આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ્
શ્રી કૃષ્ણ શરણમ મમ્, શ્રી કૃષ્ણ શરણમ મમ્
શ્રી કૃષ્ણ શરણમ મમ્, શ્રી કૃષ્ણ શરણમ મમ્
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

12.કાન્હાને માખણ ભાવે રે વાલા ને મિશ્રી ભાવે રે

કાન્હાને માખણ ભાવે રે વાલા ને મિશ્રી ભાવે રે
ઘારી ધરાવુંને ઘૂઘરા ધરું ને ઢેબર ઘરું સય
મોહન થાળને માલપવા પણ માખણ જેવા નય
કાન્હા ને માખણ ભાવે રે…
શીરો ધરાવુંને શ્રીખંડ ધરુંને સુતરફેની સય
ઉપર તાજા ઘી ઘરું પણ માખણ જેવા નય
કાન્હાને માખણ ભાવે રે…
જાત જાતના મેવા ધરાવું દૂધ સાગર જેવા નય
છપ્પન ભોગ સામગ્રી ધરું પણ માખણ જેવા નય
વાલા ને માખણ…
સોળવાના શાક ધરાવું ને રાયતા મેલું સય
ભાત ભાતની ભાજી ઘરું પણ માખણ જેવા નય
કાન્હા ને માખણ…
એક ગોપીને જમવાનું કીધુંને થાળ પીરસી ઉભી રય
વળતા વાલા એમ વધા પણ માખણ જેવા નય
કાન્હા ને માખણ…
એક ગોપી એ માખણ ધાર્યું હાથ જોડી ઉભી રય
દીનાનાથ રિજ્ય ત્યારે નાચ્યા થઈ થઈ થઈ
કાન્હા ને માખણ…
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

13.નંદલાલાને માતા જશોદાજી સાંભરે

નંદલાલાને માતા જશોદાજી સાંભરે
મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલાને માતા..
સોના રૂપાના અહી વાસણ મજાના
કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલાને માતા…
છપ્પન ભોગના થાળ ઘરાય છે
માખણ ને મીસરી મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલાને માતા…
હીરા મોતીના થાળ ધરાય છે
ગુજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલાને માતા…
હીરા માણેકના મુકુટ ધરાય છે
મોરપીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલાને માતા…
હાથી ને ઘોડા અહી જુલે આમબડીએ
ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલાને માતા…
સારંગી ના સુર ગુંજે મજાના
વાલી મારી વાસળી રહી ગઈ ગોકુળમાં, નંદલાલાને માતા…
રાધાજીને એટલું કહેજો ઓધવજી
અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલાને માતા…
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

14.હરી તારા નામ છે હજાર કિયા નામે લખવી કંકોત્રી

હરી તારા નામ છે હજાર કિયા નામે લખવી કંકોત્રી
રોજ રોજ બદલે મુકામ કિયા નામે લખવી કંકોત્રી
મથુરામાં મોહન તું ગોકુલ માં ગોવાળિયો
દ્વારકા માં રાજા રણછોડ, કિયા નામે…
કોઈ કહે સીતારામ કોઈ કહે રાધેશ્યામ
કોઈ કહે નંદનો કિશોર, કિયા નામે…
ભક્તોની રાખી ટેક રૂપ ધર્યા તે અનેક
અંતે તો એક નો એક, કિયા નામે…
ભક્તો તારા છે અપાર ગણતા ન આવે પાર
પહોંચે ના પુરો વિચાર, કિયા નામે…
નરસિહ મેહતાનો સ્વામી શામળિયો
મીરાનો ગિરધર ગોપાલ, કિયા નામે…
હરી તારા નામ છે હજાર કિયા નામે લખવી કંકોત્રી
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

15.શનિ રવિને સોમ જશોદા કરે ફોન

શનિ રવિને સોમ જશોદા કરે ફોન મારા વાલા ગોકુળમાં વહેલો આવજે
માખણ મિસરી લાવ્યા ગોવાળિયા જુવે વાટ મારા વાલા ગોકુળમાં વહેલો આવજે
શનિ રવિને સોમ રાધાજી કરે ફોન મારા વાલા જમનાને કાંઠે આવજે
સર્વે ગોપી આવે તમે રાસ રમાડો મારા વાલા જમનાને કાંઠે આવજો
શનિ રવિને સોમ દેવકીજી કરે ફોન મારા વાલા મથુરા વહેલો આવજે
મામા માસી માર્યા મા બાપને છોડાવ્યા મારા વાલા મથુરા વહેલો આવજે
શનિ રવિને સોમ રૂક્ષ્મણી કરે ફોન મારા વાલા દ્વારિકામાં વહેલા આવજો
મીરા જુએ વાટ નરસિંહ ના કર્યા કામ મારા વાલા દ્વારિકામાં વહેલા આવજો
શનિ રવિને સોમ બળભદ્ર કરે ફોન મારા વીરા કાલિન્દી ઘાટે આવજે
કાળી નાગ માર્યો ત્યાં નિર્મળ નીર કર્યા મારા વીરા કાલિન્દી ઘાટે આવજે
શનિ રવિને સોમ બોડાણા કરે ફોન મારા વાલા ડાકોરમાં વહેલા આવજો
ગોમતીમાં સંતાયા સવા પાલે તોલાયા મારા વાલા ડાકોરમાં વહેલા આવજો
શનિ રવિને સોમ ભક્તોએ કર્યો ફોન મારા વાલા સત્સંગમાં વહેલો આવજે
ભક્તોને દર્શન દેજો અમને ધન્ય ધન્ય કરજો મારા વાલા સત્સંગમાં વહેલા આવીયા
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

16.મારે આજની ઘડી રે રળિયામણી

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે… મારે…
હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે… મારે…
હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે… મારે…
હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે…
હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ,
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે…
હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે…
જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે… મારે…
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

17.દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે

દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે.
તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી રે,
દ્વારકાનો નાથ મારો રાજા….
રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે
મખાણ નો ચોર મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે
દ્વારકાનો નાથ મારો રાજા….
ગોવાળોને વાલો મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે
માલધારી ને વાલો મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે
તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા માયા લગાડી રે
દ્વારકાનો નાથ મારો રાજા……
સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
ભક્તોને વાલો મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે
તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા માયા લગાડી રે
દ્વારકાનો નાથ મારો રાજા……
જશોદાનો બાળ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
નંદજીનો લાલો મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
દ્વારકાનો નાથ મારો રાજા….
ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
ડાકોરનો ઠાકોર મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
શ્યામે મને માયા લગાડી રે મોહને મને માયા લગાડી રે
દ્વારકાનો નાથ મારો રાજા….
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

18.કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેસું રે

કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેસું રે
એટલું કેહતા નહિ માંને તો ગોકુલ મેલી જાસુ રે
કાનજી તારી..
માખણ ખાતા ન આવડે કાના મુખ થયું તારું એઠું રે
ગોપીઓ એ તારું ઘર ઘેરાણું જઈ ખૂણામાં પેઠું રે
કાનજી તારી
ઝૂલણી પેરતા ન આવડે કાના અમે તને પેરાવતા રે
ભરવાડોની ગાળો ખાતો ત્યારે અમે તને છોડાવતા રે
કાનજી તારી
કાલો ઘેલો તારા માત પિતાનો અમને શેના કોડ રે
કર્મ સંજોગે આવી ભરના આંગણા જોડા જોડ રે
કોનજી તારી..
ગોઠણીયા ભર હાલતો ચાલતો કાળું ઘેલું તું બોલતો રે
ભલે મળ્યા વલ્લભના સ્વામી પ્રેમ ભક્તિમાં રેસુ રે
કાનજી તારી માં કેસે
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

19.મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ

મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ
મુખેથી મોરલી બજાવતા રે લોલ
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢ્યાનાં અંબર વીસરી રે લોલ
હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ
ઈંઢોણી ને પાટલી વીસરી રે લોલ
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુથારે ઘડી પીંજણી રે લોલ
મેં તો ધોળો ને ધમળો બે જોડિયા રે લોલ
જઈને અમરાપરમાં છોડિયા રે લોલ
અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો માન્યું કે હરિ આંહીં વસે રે લોલ
મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ
તાંબાળુ ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ
હું તો જમવા બેઠીને જીવણ સાંભર્યાં રે લોલ
કેંઠેથી કોળીયો ન ઊતયોં રે લોલ
મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ
કોળીયો ભરાવું જમણા હાથનો રે લોલ
હું તો ગોંદરે તે ગાવડી છોડતી રે લોલ
ચારેય દશ્યે નજર ફેરતી રે લોલ
એક છેટેથી છેલવરને દેખિયા રે લોલ
હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ
મારી ઘેલી સાસુ ને ઘેલા સાસરા રે લોલ
ગાયું વરાંહે દોયાં વાછરાં રે લોલ
મને ધાનડિયાં નથી ભાવતાં રે લોલ
મોતડિયાં નથી આવતાં રે લોલ
મને હીંચકતાં નવ તૂટ્યો હીંચકો રે લોલ
નાનાંથી કાં ન પાયાં વખડાં રે લોલ
મારી માતા તે મૂરખ માવડી રે લોલ
ઉઝેરીને શીદ કરી આવડી રે લોલ
મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ
મુખેથી મોરલી બજાવતા રે લોલ
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

20.છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ

છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ
છોટો સો મેરો મદન ગોપાલ
છોટી છોટી ગૈયા…
ઘાસ ખાયે ગૈયા દૂધ પીએ ગ્વાલ
માખણીયા ખાયે મેરો મદન ગોપાલ
છોટી છોટી ગૈયા…
આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ
બીચમે મેરો મદન ગોપાલ
છોટી છોટી ગૈયા…
કારી કારી ગૈયા ગોરે ગોરે ગ્વાલ
શ્યામ વરણ મેંરો મદન ગોપાલ
છોટી છોટી ગૈયા…
છોટી છોટી સખીયા મધુવન બાગ
રાસ રચાવે મેરો મદન ગોપાલ
છોટી છોટી ગૈયા…
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

21.હું તો કાગળિયાં લખી લખી

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે
પાતળીયા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા પાવલિયાં બળી બળી જાય રે
છોગાળા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા
મારી ચૂંદલડી ભીંજાઈ ભીંજાઈ જાય રે
કાનુડા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

22.આજે સૌને જયશ્રીકૃષ્ણ કાલે વહેલા આવજો

આજે સૌને જયશ્રીકૃષ્ણ કાલે વહેલા આવજો
હરિગુણ ગાવા, હરિરસ પીવા, આવે તેને લાવજો
આજે સૌને જયશ્રીકૃષ્ણ
મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાંખજો
અખંડ પ્રેમ તણી જ્યોતિને ગયમ જલતી રાખજો
આજે સૌને જયશ્રીકૃષ્ણ
વહેવારે પૂરા રહીને પરમાર્થમાં પેસજો
સઘળી ફરજો અદા કરીને સત સંગતમાં બેસજો
આજે સૌને જયશ્રીકૃષ્ણ
હરતાં ફરતાં કામો કરતાં હૈયે હરિને રાખજો
માન બડાઈ મૂકી દઈને ઈર્ષા કાઢી નાંખજો
આજે સૌને જયશ્રીકૃષ્ણ
હૈયે હૈયાં ખૂબ મિલાવી હરિનું નામ દિપાવજો
ભક્તિ કેરાં અમૃત પીને બીજાને પીવડાવજો
આજે સૌને જયશ્રીકૃષ્ણ
સૌમાં એક જ પ્રભુ બિરાજે સમજી પ્રીતિ બાંધજો
કહે પ્રીતમ સહુ ભેગી મળીને હરિના ગુણલા ગાવજો
આજે સૌને જયશ્રીકૃષ્ણ
શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

શ્રી કૃષ્ણ ભજનાવલી pdf અહીં થી મેળવો

નિષ્કર્ષ :

ભગવાન શ્રી કૃષ્ણ હરકોઈને વ્હાલા છે એમની ગોપીઓ સંગ ની રાસલીલા થી હર કોઈ નું મન મોહી જાય છે શ્રી કૃષ્ણ ના મુખેથી નીકળેલ શ્રીમદ ભગવદ્દ ગીતા નું અગર હરકોઈ પાન કરે તો તેમનું જીવન ધન્ય બની જાય છે.

આ પણ વાંચો   સજીવ અને નિર્જીવ કોને કહેવાય છે 3 new pdf

આ સુંદર ભજનાવલી મા શ્રી કૃષ્ણ ની આરતી, ભજન અને ગીતોનું સુંદર વર્ણન દર્શાવામાં આવેલ છે જે એક pdf ના રૂપમાં પણ ઉપલબ્દ છે જેનો આપ સહુ કોઈ લ્હાવો લઇ શકો છો.
જય શ્રી કૃષ્ણ

FAQ :

શ્રી કૃષ્ણ શરણમ મમ

કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ્
ડાળ ડાળ પર પંખી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ્

વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ્
ગોકુળીયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ્
પુરા ભજન માટે ગુજરાતસહાય.કોમ પર સંપર્ક કરો

શ્રી કૃષ્ણ મંત્ર

હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ, રામ રામ હરે હરે

કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને
પ્રણત: કલેશનશાય ગોવિંદાય નમો નમઃ

કૃષ્ણ ભગવાન વિષે

ભગવાન શ્રી કૃષ્ણ અનેક અસુરો નો સંહાર કરેલ અને ગોપીઓ સાથે રાસલીલા કરેલ ગાયોને ચરાવતી વખતે સુંદર વાંસળી ના સુર રેલવેલા જેને આપણા ગુજરાતી સંતો, ભક્તો, કવિઓ, અને લેખકો દ્રારા લખાયેલ અને ગવાયેલ છે જે આપ સૌ ભક્તો આ આર્ટિકલ થકી મેળવી શકો છો.