શ્રી ગણેશજી ની આરતી pdf 2023

ભગવાન શ્રી ગણેશજી ને હિન્દૂ ધર્મ માં સૌ પ્રથમ પૂજવામાં આવે છે આ મંગલકારી શ્રી ગણેશજી ની આરતી pdf ફ્રી ભાવિક ભક્તો માટે પ્રસ્તુત કરેલ છે.

કોઈપણ શુભકાર્ય ની શરૂઆત કરવા માટે અને કોઈપણ નવું ઘર, દુકાન, ફેક્ટરી કે વાહન જેવા સંસાધનો ની ખરીદી કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશજી નું પૂજન કરવામાં આવે છે.

આ આર્ટિકલ માં ભગવાન શ્રી ગણેશજી ની આરતી, અને ભજન ની pdf સંગ્રહ ખુબજ સુંદર રીતે દર્શાવામાં આવેલ છે જેનો દરેક ભાવિક ભક્ત લ્હાવો લઇ શકે છે.

શ્રી ગણેશજીની આરતી અને ભજન pdf માટે આર્ટિકલ ને છેલ્લે સુધી વાંચો.

Table of Contents

શ્રી ગણેશજી ની આરતી

શ્રી ગણેશજી સૌ કોઈના ખુબજ પ્રિય ભગવાન છે અને હરકોઈ કોઈપણ નવું કાર્ય કરતા પહેલા ગણપતિ બાપ્પા નું પૂજા અર્ચન કરે છે માટે જ દિવ્ય પ્રાર્થના ભાવિક ભક્તો માટે pdf ના રૂપ માં રજુ કરેલ છે.

આ પણ વાંચો   આદિત્ય હૃદયમ્ સ્તોત્ર ગુજરાતીમાં best pdf 1
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
મસ્તક પર સિન્દૂર સોહે મુસક કી સવારી ||
પાન ચડે ફૂલ ચડે ઓર ચડે મેવા |
લડુવન કા ભોગ લગે સંત કરે સેવા ||
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
અંધે કો આંખ દેત કોઢેન કો કાયા |
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||
સુર શ્યામ ચરણ આયે સફલ કીજે સેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |
કામના કો પૂરી કરો જગ બલિહારી ||
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
શ્રી ગણેશજી ની આરતી pdf 2023

શ્રી ગણેશ મરાઠી આરતી અનુવાદ ગુજરાતીમાં

શ્રી ગણેશ મરાઠી આરતી અનુવાદ ગુજરાતીમાં

સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી
નુરવિ પૂરવી પ્રેમ કૃપા જયાચી
સર્વાંગી સુંદર ઉટી શેંદુરાચી
કંટી ઝળકે માળ મુક્તાફળાંચી
જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ, હો શ્રી મંગલમૂર્તિ
દર્શનમાત્રે મનકામના પૂરતી .. જયદેવ જયદેવ
રત્નખચિત ફરા તુજ ગૌરીકુમરા
ચંદનાચી ઉટી કુમકુમકેશરા
હિરેજડીત મુકુટ શોભતો બરા
રૂણઝૂણતી નૂપુરે ચરણી ધાગરીયા
જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ, હો શ્રી મંગલમૂર્તિ
દર્શનમાત્રે મનકામના પૂરતી .. જયદેવ જયદેવ
લંબોદર પીતામ્બર ફણીવરબંધના
સરળ સોંડ વક્રતુંડ ત્રિનયના
દાસ રામાચા વાત પાહે સદના
સંકટી પાવાવે નિર્વાણી રક્ષાવે સુરવર વંદના
જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ, હો શ્રી મંગલમૂર્તિ
દર્શનમાત્રે મનકામના પૂરતી .. જયદેવ જયદેવ
શ્રી ગણેશજી ની આરતી pdf 2023

શ્રી ગણેશ સ્તોત્રમ

શ્રી નારદજી દ્રારા પ્રસ્તુત શ્રી ગણેશ સ્તોત્રમ નું દરરોજ પાઠ કરવાથી ગમે તેવું પણ સંકટ કેમ ના હોઈ વિઘ્નહર્તા તેનો સમૂળ નાશ કરે છે.

આ પણ વાંચો   સજીવ અને નિર્જીવ કોને કહેવાય છે 3 new pdf
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ ।
ભક્તાવાસં સ્મરેનિત્યં આયુઃકામાર્થસિદ્ધયે ॥ ૧॥
પ્રથમં વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતીયકમ્ ।
તૃતીયં કૃષ્ણપિઙ્ગાક્ષં ગજવક્ત્રં ચતુર્થકમ્ ॥ ૨॥
લમ્બોદરં પઞ્ચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ ।
સપ્તમં વિઘ્નરાજેન્દ્રં ધૂમ્રવર્ણં તથાષ્ટમમ્ ॥ ૩॥
નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ ।
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ॥ ૪॥
દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં યઃ પઠેન્નરઃ ।
ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરઃ પ્રભુઃ ॥ ૫॥
વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થી લભતે ધનમ્ ।
પુત્રાર્થી લભતે પુત્રાન્મોક્ષાર્થી લભતે ગતિમ્ ॥ ૬॥
જપેદ્ગણપતિસ્તોત્રં ષડ્ભિર્માસૈઃ ફલં લભેત્ ।
સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશયઃ ॥ ૭॥
અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા યઃ સમર્પયેત્ ।
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ॥ ૮॥
॥ ઇતિ શ્રીનારદપુરાણે સંકટનાશનં ગણેશસ્તોત્રં સંપૂર્ણમ્ ॥
શ્રી ગણેશજી ની આરતી pdf 2023

શ્રી ગણેશ સ્તુતિ

શ્રી ગણેશ સ્તુતિ વંદના ગુજરાતી ભાષાના મૂળરૂપ માં નીચે દર્શાવેલ છે.

ૐ જય ગણપતિ દેવા, પ્રભુ જય ગણપતિ દેવા
ગણનાયક ગિરજા સુત, ગણનાયક ગિરજા સુત,
સિદ્ધિ બુદ્ધિ સેવા… ૐ જય ગણપતિ દેવા…
લંબોદર જય જયકર, ઉંદર અસવારા, પ્રભુ ઉંદર અસવારા
પીતામ્બર ધરી કટિ પર, પીતામ્બર ધરી કટિ પર
ત્રિભુવન જગ પ્યારા… ૐ જય ગણપતિ દેવા…
હેરંબ હસ્ત પર ધાર્યા, મોદક મનગમતા, પ્રભુ મોદક મનગમતા
પુષ્કળ ઘૃત સાકરના, પુષ્કળ ઘૃત સાકરના
સૂંઢ વડે જમતા… ૐ જય ગણપતિ દેવા…
માતંગ આકૃતિ દેવ, વિશ્વ તણા ભરતા, પ્રભુ વિશ્વ તણા ભરતા,
ગજવદના સુખ સદના, ગજવદના સુખ સદના
વિઘ્ન સકળ હરતા… ૐ જય ગણપતિ દેવા…
તેત્રીસ કોટી દેવ તુમ્હારો યશ ગાવે, પ્રભુ તુમ્હારો યશ ગાવે
ભવ પ્રભા ઇંદ્રાદિક, ભવ પ્રભા ઇંદ્રાદિક
નિત દર્શન આવે… ૐ જય ગણપતિ દેવા…
દેવ દાનવ મુનિ માનવ, ચરણાં બુજ લેવે, પ્રભુ ચરણાં બુજ લેવે
આજ્ઞા ઉલ્લંઘન કરતા, આજ્ઞા ઉલ્લંઘન કરતા
થર થર ચરણ ધ્રૂજે… ૐ જય ગણપતિ દેવા…
ગજવદના સુખસદના, તુમ અંતર્યામી, પ્રભુ તુમ અંતર્યામી
હું પ્રણમું કર જોડી, હું પ્રણમું કર જોડી
નિર્ગુણ નિષ્કામી… ૐ જય ગણપતિ દેવા…
ભવનંદન જગવંદન આરતી ઉતારી, પ્રભુ આરતી ઉતારી
શ્વેત વૈકુંઠ તુમ પર, શ્વેત વૈકુંઠ તુમ પર
જાઉં બલિહારી… ૐ જય ગણપતિ દેવા…
ૐ જય ગણપતિ દેવા, પ્રભુ જય ગણપતિ દેવા
ગણનાયક ગિરજા સુત, ગણનાયક ગિરજા સુત,
સિદ્ધિ બુદ્ધિ સેવા… ૐ જય ગણપતિ દેવા…
શ્રી ગણેશજી ની આરતી pdf 2023

શ્રી ગણપતિના ભજન pdf

નિત્ય શ્રી ગણેજીના ગુણગાન ગાવા માટે ભજન કીર્તન ની સુંદર pdf નીચે આ આર્ટિકલ માં દર્શાવેલ છે જેનો ભાવિક ભક્તો દરરોજ લાભ લઇ શકે છે.

૧.ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો

ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
આયો રે આયો આયો રે
આયો રે આયો આયો રે
ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
શિવજીનો બાળ આયો ઉમિયાનો લાલ આયો
આયો રે આયો બાપો લંબોદર આયો
શિવજીનો બાળ આયો ઉમિયાનો લાલ આયો
આયો રે આયો બાપો લંબોદર આયો
ગણપતિ આયો બાપો હો…હો…
ગણપતિ આયો બાપો રિદ્ધિ સિદ્ધિ લાયો
નિર્ભય વ્હાલા તે તો નામ સુણાયો
નિર્ભય વ્હાલા તે તો નામ સુણાયો
ગજાનંદ આયો એકદંત આયો
ગજાનંદ આયો એકદંત આયો
ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
મોટી સુંઢાળો આયો દેવ મહાકાય આયો
આયો રે આયો બાપો શુભ કરણ આયો
મોટી સુંઢાળો આયો દેવ મહાકાય આયો
આયો રે આયો બાપો શુભ કરણ આયો
ગજાનંદ આયો બાપો હો…હો…
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
માથે મુંગટ બાપા મોતીનો લગયો
માથે મુંગટ બાપા મોતીનો લગયો
ગજાનંદ આયો એકદંત આયો
ગજાનંદ આયો એકદંત આયો
ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
કાજ સુધારવા આયો ફુલડાને લઈ વધાયો
આયો રે આયો બાપો ચતુરભુજ આયો
કાજ સુધારવા આયો ફુલડાને લઈ વધાયો
આયો રે આયો બાપો ચતુરભુજ આયો
ગજાનંદ આયો બાપો હો…હો…
ગજાનંદ આયો બાપો રિદ્ધિ સિદ્ધિ લાયો
જમવા પધારો બાપા થાળ ધરાયો
જમવા પધારો બાપા થાળ ધરાયો
ગણપતિ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
આરતી ઉતારવા આયો ધૂપ ગુગળના લાયો
લાયો રે લાયો હું તો ફૂલ માળા લાયો
આરતી ઉતારવા આયો ધૂપ ગુગળના લાયો
લાયો રે લાયો હું તો ફૂલ માળા લાયો
ગજાનંદ આયો બાપો હો…હો…
ગજાનંદ આયો બાપો રિદ્ધિ સિદ્ધિ લાયો
દેવોમાં તું દેવ છે મોટો સૌવ મા સવાયો
દેવોમાં તું દેવ છે મોટો સૌવ મા સવાયો
એકદંત આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
એકદંત આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
શ્રી ગણેશજી ની આરતી pdf 2023

૨. પ્રથમ પેલા સમરિયે રે સ્વામી તમને સૂંઢાળા

દુંદાળો દુઃખ ભંજનો અને સદા એ બાળે વેશ
એ જી દુંદાળો દુઃખ ભંજનો જી… જી… એ જી..
અને સદા એ બાળે વેશ
પ્રથમ પેલા સમરિયે, હો શ્રીગૌરીનંદ ગણેશ
પ્રથમ પેલા સમરિયે રે‚ સ્વામી તમને સૂંઢાળા
રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા
રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા
મ્હેર કરોને મહારાજ જી
એ માતા રે કહીએ
માતા રે કહીએ પાર્વતી રે, સ્વામી તમને સૂંઢાળા
પિતા રે શંકરદેવ દેવતા, પિતા રે શંકરદેવ દેવતા
મ્હેર કરોને મહારાજ જી
પ્રથમ પેલા સમરિયે રે‚ સ્વામી તમને સૂંઢાળા
રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા
મ્હેર કરોને મહારાજ જી
એ ઘીને દૂધની
ઘીને દૂધની સેવા ચડે રે, સ્વામી તમને સૂંઢાળા
ગળામાં ફુલડાનો હાર દેવતા, ગળામાં ફુલડાનો હાર દેવતા
મ્હેર કરોને મહારાજ જી
એ રાવત રણશીની એ
રાવત રણશીની વિનંતી રે સ્વામી તમને સૂંઢાળા
હરદમ કરજો સાય દેવતા, હરદમ કરજો સાય દેવતા
મ્હેર કરોને મહારાજ જી
પ્રથમ પેલા સમરિયે રે‚ સ્વામી તમને સૂંઢાળા
રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા
રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા
મ્હેર કરોને મહારાજ જી
હો મ્હેર કરોને મહારાજ જી
એ એવો ગૌરી તમારા પુત્રને રે
ગૌરી તમારા પુત્રને
અને મધુરા સમરે મોર
દિવસે સમરે બધા વેપારી વાણીયા
એ એને રાતના સમરે સંતને જોગ
શ્રી ગણેશજી ની આરતી pdf 2023

૩. ગરવા પાટે પધારો ગણપતિ

ગરવા પાટે પધારો ગુણપતિ
સદ્દગુરુ ગણપતિ શારદા, ત્રણેય નમન ઠામ
શરણે ગયે સુખ આપશે, પુરે હૃદય ની હામ
ગરવા પાટે પધારો ગુણપતિ
જમા જાગરણ કુમ્ભ થાપ્યા મળિયા જતી અને સતી,
પાટે પધારો ગુણપતિ સંગમાં સુદ્ધ બુદ્ધ નારી સતી,
ગરવા પાટે પધારો ગણપતિ
નિજિયા પંથીયે મંડપ રોપ્યા, ધરમ ધજા રે ફરકતી,
ગત ગંગા આરાધે દેવતા, નરનારી એક મતિ
ગરવા પાટે પધારો ગણપતિ
વેદ ભણંતા બ્રહ્માજી આવ્યા, આવ્યા માતા સરસ્વતી
કૈલાસથી ભોળાનાથ પધાર્યા સંગે પાર્વતી સતી
ગરવા પાટે પધારો ગણપતિ
તેત્રીસ કોટી દેવતા આવ્યા, આવ્યા લક્ષ્મી પતિ
બાવન વીરને ચોસઠ જોગણી આવ્યા હનમો જતી
ગરવા પાટે પધારો ગણપતિ
નવનાથ ને સિદ્ધ ચોરાસી આવ્યા છે ગોરખ જતી
પોકરણ થી પીર રામો પધાર્યા એ તો બાર બીજના પતિ
ગરવા પાટે પધારો ગણપતિ
કેશવ તમને વિનવે સ્વામી, મંગલકર મુરતી
ધૂપ ધૂપ અને ઝળહળે જ્યોતિ ઉતારું આરતી
ગરવા પાટે પધારો ગણપતિ
શ્રી ગણેશજી ની આરતી pdf 2023

૪. ગણેશ વધાવવા જયયે

હે કુંભ ઘડૂલો ભરી લાવે મારો સાયબો
હે કુંભ ઘડૂલો ભરી લાવે મારો સાયબો
હે શંકર જલડે નાય,
હે મારો ભોળિયો જલડે નાય
હાલો મોરી સૈયરો
ગણેશ વધાવવા જયયે
જયયે જયયે હાલો મોરી સૈયરો
ગણેશ વધાવવા જયયે
ઉમિયાજીના વાલા હો
ઉમિયાજીના વાલા અંગેથી ઉતર્યા
ઉમિયાજીના વાલા અંગેથી ઉતર્યા
ગૌરી પુત્ર કેવાય હે,
પાર્વતી પુત્ર કેવાય
હાલો સૈયર હાલો મોરી સૈયરો
ગણેશ વધાવવા જયયે
જયયે જયયે હાલો મોરી સૈયરો
ગણેશ વધાવવા જયયે
હે કુંભ ઘડૂલો ભરી લાવે મારો સાયબો
હે કુંભ ઘડૂલો ભરી લાવે મારો સાયબો
હે શંકર જલડે નાય,
હે મારો ભોળિયો જલડે નાય
હાલો મોરી સૈયરો
ગણેશ વધાવવા જયયે
જયયે જયયે હાલો મોરી સૈયરો
ગણેશ વધાવવા જયયે
શ્રી ગણેશજી ની આરતી pdf 2023

૫. સેવા મારી માની લેજો

સેવા મારી માની લેજો,
સ્વામી રે સૂંઢાળા રે, ગુણપતિ દેવા રે,
પૂજા મારી માની લેજો, સ્વામી રે સૂંઢાળા રે,
ગુણપતિ દેવા રે
ખોલો મારા રુદિયાના તાળા,
તોડો મારા કુબુદ્ધિ ના ઝાળા રે જી…
જળ રે ચડાવું દેવા, જળ નથી ચોખ્ખા રે,
ઈ જળ ઓલી માછલીએ અભડાવ્યાં રે ,
સેવા મારી માની લેજો
ફૂલડાં રે ચડાવું દેવા ફૂલ નથી ચોખ્ખા રે,
ઈ ફૂલ ઓલ્યે ભમરલે અભડાવ્યાં રે,
સેવા મારી માની લેજો
દૂધ રે ચડાવું દેવા દૂધ નથી ચોખ્ખા રે,
ઈ દૂધ ઓલ્યા વાછરડે અભડાવ્યાં રે,
સેવા મારી માની લેજો
ચંદન ચડાવું દેવા ચંદન નથી ચોખ્ખા રે,
ઈ ચંદન ઓલ્યા ભોરિંગે અભડાવ્યાં રે,
સેવા મારી માની લેજો
ભોજન ચડાવું દાતા ભોજન નથી ચોખ્ખા રે,
ઈ ભોજન ઓલી માખીએ અભડાવ્યાં રે,
સેવા મારી માની લેજો
મછન્દરનો ચેલો જતી ગોરખ બોલ્યા રે,
આ પદ ખોજે, સોઈ નર પાયા રે,
સેવા મારી માની લેજો
સ્વામી રે સૂંઢાળા રે, ગુણપતિ દેવા રે,
પૂજા મારી માની લેજો, સ્વામી રે સૂંઢાળા રે,
ગુણપતિ દેવા રે
શ્રી ગણેશજી ની આરતી pdf 2023

૬. ગણપતિદાદાનું મુખડું મલકાય છે

ગણપતિદાદાનું મુખડું મલકાય છે,
જ્યાં જોવું ત્યાં દર્શન એમના થાય છે,
ગણપતિદાદાનું મુખડું મલકાય છે.
પહેલો કાગળ કોટ ગણેશ મોકલાવજો,
કોટ ગણેશના ગણપતિ વહેલા આવજો,
સાથે રિદ્ધિ સિદ્ધિ ને તેડી લાવજો.
બીજો કાગળ કૈલાસધામ મોકલાવજો,
કૈલાસધામના ભોળા શંભુ વહેલા આવજો,
સાથે પાર્વતી માઁ ને તેડી લાવજો.
ત્રીજો કાગળ અયોધ્યા મોકલાવજો,
અયોધ્યાના રામચંદ્ર વહેલા આવજો,
સાથે સીતા માઁ ને તેડી લાવજો.
ચોથો કાગળ ગોકુલધામ મોકલાવજો,
ગોકુલધામના કૃષ્ણકનૈયા વહેલા આવજો,
સાથે રાધાજી ને તેડી લાવજો.
પાંચમો કાગળ વૈકુંઠધામ મોકલાવજો,
વૈકુંઠધામના વિષ્ણુ ભગવાન વહેલા આવજો,
સાથે લક્ષ્મી માઁ ને તેડી લાવજો.
છઠ્ઠો કાગળ ભજન મંડળ મોકલાવજો,
ભજન મંડળની બહેનો વહેલા આવજો,
આવે તેને સાથે તેડી લાવજો.
ગણપતિદાદા નું મુખડું મલકાય છે,
જ્યાં જોવું ત્યાં દર્શન એમના થાય છે,
ગણપતિદાદા નું મુખડું મલકાય છે.
શ્રી ગણેશજી ની આરતી pdf 2023

ગણપતિ ની આરતી સંગ્રહ pdf

શ્રી ગણેશ મરાઠી આરતી અનુવાદ ગુજરાતીમાં PDF

શ્રી ગણેશ સ્તુતિ PDF

ગણપતિના ભજન pdf

ગણપતિબાપા મોરિયા pdf

નિષ્કર્ષ :

હિન્દૂ ધર્મ માં ભગવાન શ્રી ગણેશ નું કોઈપણ શુભકાર્ય કરવા માટે પ્રથમ પૂજન કરવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશ દેવાધિદેવ મહાદેવ ના સુપુત્ર છે અને માતા પાર્વતી શ્રી ગણેશજી ની માતા છે અને ભગવાન કાર્તિકેયન એમના ભાઈ છે.
ભાવિક ભક્તો માટે આ આર્ટિકલ માં ભગવાન શ્રી ગણેશ ના સુંદર ભજન કીર્તન, આરતી, ગણેશ સ્તુતિ ગુજરાતી અને મરાઠી ભાષાના મૂળરૂપ નું ગુજરાતી ભાષામાં pdf ના રૂપમાં ખુબજ સુંદર રીતે દર્શાવામાં આવેલ છે જેનો દરેક ભક્તોને લ્હાવો મળે છે. અને આ pdf ની સુંદર પ્રિન્ટ કોપી પણ કાઢી શકે છે.

FAQ-

શ્રી ગણેશજી ની આરતી pdf

આ આર્ટિકલ માં ભગવાન શ્રી ગણેશજી ની આરતી, અને ભજન ની pdf સંગ્રહ ખુબજ સુંદર રીતે દર્શાવામાં આવેલ છે જેનો દરેક ભાવિક ભક્ત લ્હાવો લઇ શકે છે.

ગણપતિ ના ભજન લખેલા

નિત્ય શ્રી ગણેજીના ગુણગાન ગાવા માટે ભજન કીર્તન ની સુંદર pdf નીચે આ આર્ટિકલ માં દર્શાવેલ છે જેનો ભાવિક ભક્તો દરરોજ લાભ લઇ શકે છે.
૧.ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
૨. પ્રથમ પેલા સમરિયે રે સ્વામી તમને સૂંઢાળા
૩. ગરવા પાટે પધારો ગણપતિ
૪. ગણેશ વધાવવા જયયે
૫. સેવા મારી માની લેજો
૬. ગણપતિદાદાનું મુખડું મલકાય છે

Ganesh bhajan lyrics gujarati pdf download

ભગવાન શ્રી ગણેશજી ને હિન્દૂ ધર્મ માં સૌ પ્રથમ પૂજવામાં આવે છે આ મંગલકારી શ્રી ગણેશજી ની આરતી pdf ફ્રી ભાવિક ભક્તો માટે પ્રસ્તુત કરેલ છે.
કોઈપણ શુભકાર્ય ની શરૂઆત કરવા માટે અને કોઈપણ નવું ઘર, દુકાન, ફેક્ટરી કે વાહન જેવા સંસાધનો ની ખરીદી કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશજી નું પૂજન કરવામાં આવે છે.

પ્રથમ પેલા સમરિયે લિરિક્સ ગુજરાતી

ગુજરાતસહાય.કોમ આર્ટિકલ માં પ્રથમ પહેલા સમરીયે ભજન અને એના જેવા બીજા પણ ઘણા બધા ભજનો નું pdf સ્વરૂપ માં સુંદર રીતે લિરિક્સ દર્શાવામાં આવેલ છે.

શ્રી ગણેશ સ્તોત્રમ સ્તુતિ અને મરાઠી મૂળરૂપ આરતી

ભાવિક ભક્તો માટે આ આર્ટિકલ માં ભગવાન શ્રી ગણેશ ના સુંદર ભજન કીર્તન, આરતી, ગણેશ સ્તુતિ ગુજરાતી અને મરાઠી ભાષાના મૂળરૂપ નું ગુજરાતી ભાષામાં pdf ના રૂપમાં ખુબજ સુંદર રીતે દર્શાવામાં આવેલ છે જેનો દરેક ભક્તોને લ્હાવો મળે છે. અને આ pdf ની સુંદર પ્રિન્ટ કોપી પણ કાઢી શકે છે.

ગણપતિબાપા મોરિયા સ્લોગન ગુજરાતી pdf માં

શેરીએ શેરીએ ઉંદર ગણપતિ છે સુંદર, તપેલીમાં શિરો ગણપતિ છે હીરો, એક ફૂલ બીજું ફૂલ ગણપતિ છે બ્યુટીફૂલ જેવા સ્લોગન સૂત્રો નું સુંદર pdf આ બ્લોગ માંથી પ્રાપ્ત કરો.