સજીવ અને નિર્જીવ કોને કહેવાય છે pdf આ આર્ટિકલ માં અલગ અલગ કેટેગરી માં દર્શાવામાં આવેલ છે.
જેમાં જીવ છે જે આમ માનવજાતિની જેમ હલન ચલન કરી શકે છે જે ખાઈ પી શકે છે જે શ્વાચ્છો શ્વાસ ની ક્રિયા કરી શકે છે એને સજીવ કહેવાય છે.
નિર્જીવ એટલે કે જેમાં જીવ નથી જે બિલકુલ હલન ચલન આપમેળે કરી શકતું નથી અને જે ખાઈ પી કે શ્વાચ્છો શ્વાસ ની ક્રિયા પણ કરી શકતું નથી એને કહેવાય છે.
આ આર્ટિકલ ના માધ્યમ થી નાના નાના બાળકો ને સારી રીતે આ વિષયમાં સમજાવી શકાય છે અને એની pdf પણ મેળવી શકો છો.
સજીવ કોને કહેવાય છે.
સૌથી પહેલા આવે છે માનવ જાતિ જેને સજીવ કહેવાય છે. આ ઉપરાંત પશુ, પક્ષી, પ્રાણી, જળચર, ભૂચર અને બીજા ઘણા બધા નાના નાના જીવજંતુઓ જેને સજીવ કહેવાય છે.જે વિગતવાર નીચે આપેલ ચાર્ટ માં જોઈ શકાય છે.
પશુ | પક્ષી | પ્રાણી | જળચર | ભૂચર |
ગાય | મોર | હાથી | બતક | સાપ |
ભેંસ | પોપટ | ઘોડો | મગર | અજગર |
બકરી | ચકલી | ઊંટ | કાચબો | નોળિયો |
ઘેટું | મેના | ગધેડું | માછલી | કાંચિડો |
બળદ | કાગડો | કૂતરો | હિપ્પો | ઉંદર |
ઊંટ | કબૂતર | ડુક્કર | ગેંડો | છછૂંદર |
કોયલ | સિંહ | જળઘોડો | સસલું | |
હોલો | વાઘ | તારામાછલી | અળસિયા | |
ઘુવડ | દીપડો | જળબિલાડી | કીડી | |
બાઝ | ચિત્તો | દેડકો | મકોડા | |
કાબર | રીંછ | વાંદા | ||
કિંગફિશર | વાંદરો | ગરોળી | ||
હરણ | ||||
જીબ્રા | ||||
જિરાફ | ||||
ગેંડો | ||||
હિપ્પોપોટેમચ્છ | ||||
આ સિવાય નાના નાના જીવજંતુઓ જેવાકે માખી મચ્છર પતંગિયા ઈયળ જેવા ઘણા બધા પણ સજીવ કહેવાય છે કારણકે એ પણ હવા પાણી અને ખોરાક લે છે અને હલન ચલન પણ કરી શકે છે. તેમજ આપણી આસપાસ ની બધી વનસ્પતિઓ પણ સજીવ કહેવાય છે.
નિર્જીવ કોને કહેવાય છે.
નિર્જીવ એટલે કે જે આપણી જેમ હવા નથી લઇ શકતા કે ખોરાક નથી ખાઈ શકતા કે આપમેળે હાલી ચાલી નથી શકતા જેનામાં જીવ નથી એને નિર્જીવ કહેવાય છે.
ચાલો જોઈએ કઈ કઈ વસ્તુઓનો આમાં સમાવેશ થાય છે.
ફર્નિચર | ઇલેક્ટ્રિક સંસાધનો | ઘરવખરી સંસાધનો | વાહનો | સ્ટેશનરી |
ટેબલ | ટીવી | થાળી | મોટરકાર | બુક |
ખુરશી | ટેપ | વાટકા | બાઈક | કંપાસ |
સોફા | રેડીઓ | ડીશ | સાઇકલ | પેન |
કબાટ | ઈસ્ત્રી | ગ્લાસ | રીક્ષા | પેન્સિલ |
પલંગ | પંખો | ચમચી | વિમાન | સંચો |
બેડ | કોમ્પ્યુટર | વેલણ | રેલગાડી | ફૂટપટ્ટી |
ટિપોઈ | ઘડિયાળ | જગ | બસ | રબર |
ખાટલો | મોબાઈલ | માટલું | ટ્રક | બેગ |
લાકડું | ટેલિફોન | ગેસ સ્ટવ | ટેમ્પો | થેલો |
પથ્થર | લેપટોપ | પ્રાઈમસ | ટ્રેન | વોટરબેગ |
માર્બલ | ઓવેન | કુકર | હેલીકૉપટર | રમકડાં |
સ્ટીલ | ફ્રિજ | ડોલ | હોડી | સૂટકેસ |
લોખંડ | પ્રિન્ટર | ટબ | સ્ટીમર | સ્ક્રુ ખીલા |
પ્લાસ્ટિક | રિમોટ | તપેલી | હથોડી | |
બારી બારણાં | ગેસ સ્ટવ | બાજોઠ | ||
ઘોડિયું | એસી | બ્રશ | ||
સ્વિચ બોર્ડ | સાબુ | |||
ગીઝર | નળ | |||
તાળું | ||||
ચાવી | ||||
આ ઉપરાંત પહેરવેશ માં વપરાતા કપડાં ટોપી બેલ્ટ બુટ ચપ્પલ સ્પ્રે ઘરેણાં હેરપીન બક્કલ બંગડી નેલપોલિશ જેવી વસ્તુઓ પણ નિર્જીવ માં ગણવામાં આવે છે.
રોબોટ જે માનવનિર્મિત એક ઈલેકટ્રીક સાધન છે જે આમ માણસ ની જેમ જ વર્તન કરે છે હરે ફરે છે પણ હવા પાણી કે ખોરાક લઇ શકતો નથી એનામાં જીવ હોતો નથી છતાં પણ એ આપણી જેમ વર્તે છે આ પણ એક નિર્જીવ જ કહેવાય છે.
સજીવ નિર્જીવ pdf
નિષ્કર્ષ :
આ આર્ટિકલ માં ઘણા બધા એવા નાના મોટા પશુ પક્ષી પ્રાણી અને નિર્જીવ વસ્તુઓનો જે નાના માં નાની છે એ પણ દર્શાવામાં આવેલ છે જે નાના બાળકો ને સમજવામાં ખુબ જ સરળ બની રહે છે.
બાળકો ને કંઈક નવું શીખવવા માટે એના ઘડતર માટે જે એક જ્ઞાન રૂપ સાબિત થાય છે, એને એક સુંદર pdf ના સ્વરૂપ માં પણ આમાં દર્શાવેલ છે, જેનો હરકોઈ ઉપયોગ કરી શકે છે.
FAQ :
સજીવ કોને કહેવાય છે.
જેમાં જીવ છે જે આમ માનવજાતિની જેમ હલન ચલન કરી શકે છે જે ખાઈ પી શકે છે, જે શ્વાચ્છો શ્વાસ ની ક્રિયા કરી શકે છે, ઉપરાંત હવા પાણી અને ખોરાક લે છે એને સજીવ કહેવાય છે.
પશુઓ : ગાય ભેંસ બકરી ઘેટું બળદ
પક્ષીઓ : મોર પોપટ ચકલી મેના કાગડો કબૂતર કોયલ હોલો ઘુવડ બાઝ કાબર કિંગફિશર
પ્રાણીઓ : હાથી ઘોડો ઊંટ ગધેડું કૂતરો ડુક્કર સિંહ વાઘ દીપડો ચિત્તો રીંછ વાંદરો હરણ જીબ્રા જિરાફ ગેંડો હિપ્પોપોટેમચ્છ
જળચર : બતક મગર કાચબો માછલી હિપ્પો ગેંડો જળઘોડો તારામાછલી જળબિલાડી દેડકો
ભૂચર : સાપ અજગર નોળિયો કાંચિડો ઉંદર છછૂંદર સસલું અળસિયા કીડી મકોડા વાંદા ગરોળી
નિર્જીવ કોને કહેવાય છે.
નિર્જીવ એટલે કે જે આપણી જેમ હવા નથી લઇ શકતા કે ખોરાક નથી ખાઈ શકતા કે આપમેળે હાલી ચાલી નથી શકતા જેનામાં જીવ નથી એને નિર્જીવ કહેવાય છે.
નિર્જીવ માં ફર્નિચર, ઇલેક્ટ્રિક સંસાધનો, ઘરવખરી સંસાધનો, વાહનો અને સ્ટેશનરી ની વસ્તુઓ નો સમાવેશ થાય છે.
સજીવ અને નિર્જીવ માં શું તફાવત હોઈ છે.
સજીવ એટલે કે જે મનુષ્ય પશુ પ્રાણી પક્ષી કે વનસ્પતિ જે હવા પાણી અને ખોરાક લઇ શકે છે જેનામાં જીવ છે એને સજીવ કહે છે જયારે નિર્જીવ એટલે કે જેમાં જીવ નથી અને જે પોતાની મેળે ખાઈ પી કે હાલી ચાલી શકતો નથી એને નિર્જીવ કહેવામાં આવે છે.