શ્રી ખોડિયાર માં ની આરતી new pdf 2024

શ્રી ખોડિયાર માં ની આરતી new pdf માં માતાજી ની આરતી ને સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવેલ છે.

શ્રી ખોડિયાર માં નો જન્મ સૌરાષ્ટ્ર ના ભાવનગર જિલ્લાના રોહિશાળા ગામ મા એક ચારણ કુળમાં થયો હતો. માં ખોડિયાર ને એ સાત બહેનો હતા જેમાં માં ખોડિયાર સૌથી મોટા હતા.

શ્રી ખોડિયાર માતા નું એક પ્રસિદ્ધ મંદિર ભાવનગર શહેર ની નજીક રાજપરા ગામ મા આવેલ છે. આ ઉપરાંત ગળધરા અને રાજકોટ પાસે આવેલ કાગવડ મા પણ પ્રસિદ્ધ મંદિર આવેલ છે

રાજપરા સ્થિત આ મંદિરની સામે તાંતણીયા ધરો આવેલો છે. જેથી આ મંદિર તાંતણિયા ધરા નામથી સુપ્રસિદ્ધ છે. જે ભાવનગર ના રાજા એ આ મંદિર નું નિર્માણ કરાવ્યું છે એમ કહેવાય છે. માં ખોડિયાર સૌરાષ્ટ્ર ના ઘણા પરિવારોના કુળદેવી પણ છે.

માં ખોડિયાર ની આરતી pdf માટે આ બ્લોગ ના છેલ્લે સુધી જાઓ.

શ્રી ખોડિયાર માં ની આરતી

ચાર ચાર ધામની માઁ ખોડલમાંની આરતી…..૨
ખમ્મા તુને ખોડલમાડી, લીલી રાખો આડી વાડી,
નિરખીયે માઁ દાડી દાડી, દર્શન દેજો માડી રે,
ચાર ચાર ધામની મા……. ૪
પેલી આરતી માટેલ ધામે, બીજી આરતી ગળધરામા,
ત્રીજી આરતી રાજપરામા, ચોથી કાગવડ ધામે રે…ચાર ચાર…
માટેલ ગામે તુ મમતાળી, નદી ધુનાએ તું નેજાળી
ગઢ જુનાળે તુને ભાળી, હે રાજપરાવાળી રે…ચાર ચાર…
ખમકારી માં ખોડલ માડી, નાગ ના તુ નેત્રવાળી,
પગલે પગલે તુ પરચાળી, બાઇ ખરી બીરદાળી રે…ચાર ચાર…
ખરી ખુબી મા ખોડલ તારી, જોગમાયા હૈ અવતારી,
દીઠી તુ ને દેવ દાઢાળી, ભેરી ભેડીયા વાળી રે…ચાર ચાર…
રાજપરામા રાજ તારા, ગઢ જુનાણે ગામ તારા,
માટેલે માંડવડા તારા, પરગટ પરચા તારા રે… ચાર ચાર…
ખોડલ ખોડી નામ તારુ, રૂદીયે મારે નામ તારુ,
તારણ હારુ નામ તારુ, રોમે રોમે ધારુ રે…ચાર ચાર…
શ્રી ખોડિયાર માં ની આરતી new pdf 2024

ખોડિયાર માં ના ભજન ગરબા

માં ખોડિયાર ના ભજન અને ગરબા ને સુંદર રીતે આ આર્ટિકલ મા નીચે દર્શાવેલ છે.

આ પણ વાંચો   ગુજરાતી માં હનુમાન ચાલીસા PDF -Hanuman Chalisa new 2023

1.કોઈ તાંતણીયા ધરાથી તેડાવો મારી બેનુ રે

કોઈ તાંતણીયા ધરાથી તેડાવો મારી બેનુ રે
ખોડીયાર રમવા ને આવો
કોઈ માટેલ જઈને મનાવો મારી બેનુ રે
આસોના ઉજળા આવ્યા છે નોરતા
મનડે કોડ નથી માતો
માના તહેવારનો મહિમા છે એવડો
સૃષ્ટિમાં નથી રે સમાતો
સારા સર્જનની શોભા વધારો મારી બેનુ રે… ખોડીયાર…
ઝાડવે ઝાડવે દિપ પ્રગટાવો
વાસંત વાહોલીયા રે વાવો
પત્થરને કહી દો કે ફૂલડા થઈ જાય
જડમાં ગીતો જગાવો
તમે આકાશે ઢોલ વગડાવો મારી બેનુ રે… ખોડીયાર…
આભ કેરી ઓઢણી ઓઢી છે અંગમાં
સૂરજનો ગરબો સજાવ્યો
ગંગા ને જમુનાના પાયલ પગમાં
હે માળાનો હાર લટકાવ્યો
કહે ‘આપ’ તમે ફૂલ વરસાવો મારી બેનુ રે … ખોડીયાર…
શ્રી ખોડિયાર માં ની આરતી new pdf 2024

2.ખોડિયારમાં નો ગરબો

ભીંજાય ઘરચોળુ ભીંજાય ચૂંદડી રે લોલ
આંખે થઈ છે આંસુડાની ધાર જો
મ્હેણા ભાંગોને ખોડલ માવડી રે લોલ
દોડીને દ્વારે તારા આવતી રે લોલ
કર જોડીને કહેવા તને માત જો… મ્હેણા ભાંગોને…
સસરો સંતાપે પરણ્યો બોલતો રે લોલ
બોલે એવા કપરા કડવા વેણ જો.. મ્હેણા ભાંગોને……
સાસુ સંતાપે નણદી બોલતી રે લોલ
બોલે એવા વાંઝણીના બોલ જો… મમ્હેણા ભાંગોને…
બાગ ન માગુ વાડી બંગલા રે લોલ
માગતી નથી હીરા કે માણેક જો… મ્હેણા ભાંગોને…
કૂવે પડીશ તો કૂળ લાજશે રે લોલ
બળી મરીશ તો બાપને લાગશે ગાળ જો… મ્હેણા ભાંગોને…
દીકરીની વ્હારે દોડી આવીયા રે લોલ
આવી ઉભા ખમકારી ખોડિયાર જો
મ્હેણા ભાંગવા ખોડલમા આવીયા રે લોલ
ભવના મ્હેણા ખોડલે ભાંગીયારે લોલ
અને દીધો ખોળાના ખૂંદનાર જો… મ્હેણા….
પરણ્યો પોકારે ખોડલ માતને રે લોલ
સસરો કહે માફ કરો અપરાધ જો… મ્હેણા….
ગારો ઘરચોળ જે ગવરાવશે રે લોલ
સ્હાય કરશે ખમકારી ખોડિયાર જો… મ્હેણા….
ગાય ઘરચોળુ બાળ ખંતથી રે લોલ
તેના હૃદયે આનંદ અપાર જો… મ્હેણા….
શ્રી ખોડિયાર માં ની આરતી new pdf 2024

3.ખોડિયાર માવડી રે, ખોડિયાર માવડી રે

ખોડિયાર માવડી રે, ખોડિયાર માવડી રે
આવો તમે તો, કામ અમારા થાયે રે
નોરતાની રાત તો આવી રે, આવી રે – આવો…
સિધ્ધમા માવડી રે, સિધ્ધમા માવડી રે
આવો તમે તો, ઉમંગ આવે રે, ઉમંગ આવે રે – આવો…
કાળકા માવડી રે, કાળકા માવડી રે
આવીને કૃપા આજે કરજો રે, કૃપા કરજો રે – આવો…
રાંદલ માવડી રે, રાંદલ માવડી રે
આવો તમે તો આનંદ ફેલાયે રે, આનંદ ફેલાયે રે – આવો…
ચામુંડા માવડી રે, ચામુંડા માવડી રે
આવો તમે તો મંગળ થાયે રે, મંગળ થાયે રે – આવો…
હરસિદ્ધ માવડી રે, હરસિદ્ધ માવડી રે
આવીને કામ અમારા સિદ્ધ કરજો રે, સિદ્ધ કરજો રે – આવો…
શ્રી ખોડિયાર માં ની આરતી new pdf 2024

4.ખોડિયાર ચારણ કૂળમાં માવડી રે

ખોડિયાર ચારણ કુળમાં માવડી રે
ખોડિયારે કર્યો ગળધરે વાસ
ખોડિયાર ચારણ કૂળમાં માવડી રે
પિતા મામડિયો ચારણ નામ છે રે
માતા મીણલદે કહેવાય …. ખોડિયાર…
માડી સાતે બેનુ સંગાથમાં રે
લીધો ચારણ ઘેર અવતાર…. ખોડિયાર..
પરગટ પરચા પૂર્યા તેં માવડી રે
કળ જુગમાં તું જાગતી જ્યોત… ખોડિયાર
પ્રસન્ન થઈને પુત્ર જ આપીયો રે
રાખ્યું નવઘણ એનું નામ… ખોડિયાર
સિંધમાં રોકી જાહલને સુમરે રે
નવઘણ જાહલની વારે જાય…. ખોડિયાર
નવલાખ સેને નવઘણ ઉપડયો રે
રસ્તો રોકે વરુડી માત…. ખોડિયાર
રમતી વરુડી ચરુડી બે બેનડી રે
માજીઅ જમાડયુ નવઘણ સેન…. ખોડિયાર
દેવ ચકલીના રુપ તેં ધરીયા રે
બેટી નવઘણના ભાલે માત…. ખોડિયાર
જળમાં પાડયા કેડા માંવડી રે
પીઠડ આવી કરવા સ્હાય…. ખોડિયાર
નવઘણ સાથે ચાલી તું માવડી રે
ધરી દેવચકલીનું રુપ…. ખોડિયાર
આગલા ડાબલે જળ છોળ ઉડતીરે
પાછલા ડાબલે ઉડતી ધૂળ…. ખોડિયાર
પીઠડ નામ શુ નવઘણે બાંધિયુ રે
જાહલ વાળી જુનાહો જાય.. ખોડિયાર
પરગટ પરચા પૂરણ માવડી રે
સમરે કરતી માડી સહાય…. ખોડિયાર
ગામ માટેલમાં તારો વાસ છે રે
માનતાયું આવે તારે દ્વાર.. ખોડિયાર
બાળક કરજોડી તને વીનવે રે
શક્તિ મંડળ ગુણતા ગાય… ખોડિયાર
શ્રી ખોડિયાર માં ની આરતી new pdf 2024

5.માતાજી ના છંદ

તો નવરાત નિહાળી, દિન દયાળી
કામ પ્રજાળી કિરતારી
ઝમરાપર જવાળી, કોપ દછાળી
ભરીયલ ભાયે ભલકારી
દહરી ડાકળી, કર કાતાળી
માયાવાળી મોરારી
ચામુંડા સારી માં તું મારી
પાતકહારી તું પ્યારી… જીરે..
કરુણા મય કરની, ભવ જગ ભરની
સંકટ હરની તું સરની
વર શંકર વની, દૈતાં દરની
ખપ્પર ભરની દુઃખ હરની
તારક જળ તરની, આપ અમરની
સદા સુમરની સુખકારી
ચામુંડા સારી, માં તું મારી
પાતકહારી તું પ્યારી… જી રે પાતકહારી…
શણગાર સજેલી, આપ અકેલી
સિંહ ચઢેલી ચમકેલી
શિખર પર છેલ્લી વરે, વહેલી,
તહાં રહેલી રણઘેલી
જ્યોતિ ઝળકેલી, ધજા ફરકેલી
આપ દીઠેલી અણધારી
ચામુંડા સારી, માં તું મારી
પાતકહારી તું પ્યારી… જી રે પાતકહારી…
નવરાત નિવાસં, હરંદ હુલ્લાસં
રમતી રાશં હરખાશં
ઉજ્જવળ કર આશં, મંગલ માશં
નવે નિવાશં નવરાશં
પુરણ કર પ્યાશં ભવજલ ભાશં
નિશ્તરાશં નરનારી
ચામુંડા સારી, માં તું મારી
પાતકહારી તું પ્યારી… જી રે પાતકહારી
ભુજ બલ કર ભારં, દાનવ ડારં
હાથ હજાર હલકારં
મહિષાસુર મારં, તૈગતિ તારં
કર કરાર ખોંખાર
ધધકે રક્ત ધારું, આપ આહારં
પાડા જાડા પડકારી
ચામુંડા સારી માં તું મારી
પાતકહારી તું પ્યારી… જી રે પાતકહારી…
નિરખી સુખ ન્યારા, દેવ દિદારા
પામત પારા કો આરા
કવિ ઉચ્ચારા સુભ ગુણ સારા
માં તું તારા મન ધારા
માફી કર મારા, અવગુણ સારા
દોષ હજારા દિલધારી
ચામુંડા સારી, માં તું મારી
પાતકહારી તું પ્યારી… જી રે પાતકહારી….
શ્રી ખોડિયાર માં ની આરતી new pdf 2024

6.થાળ

જમો જમો ખોડિયાર માત, મારાં ભોજનિયાં,
બહુ ભાવે જમાડું, માત, મારાં ભોજનિયાં,
મારી સાંકડી શેરીમાં ઓરડી, કર્યાં પ્રેમભીનાં સન્માન. મારાં ભોજનિયાં
તારે ગોખલે બાંધ્યાં તોરણિયાં, આસોપાલને ફૂલહાર
કર્યાં પંચો પચારે તારાં પૂજનિયાં, કરી રાજોપચારના ભાવ,
પૂરી માનભોગ ભોજન જમાડિયાં, પછી આરતી ઉતારું માત,
નથી સોના ચાંદી થાળ પિત્તળના, છે દુના પાતળનાં ઠામ,
મારી ટચુકડી છે વિનંતી, જો જો હું છું માનવ જાત,
મારા અવગુણ ના વિચારજો, મારા જોજો હૃદયના ભાવ,
આજે આવ્યો સુદામા બારણે લઈ વિદુર ભાજીપાન,
તું ભાવના ભૂખી ભુવનેશ્વરી, હું ભિક્ષુ માનવ બાળ,
અમે તારા બાલુડાં, તું અન્નપૂર્ણા સાક્ષાત્ મારા ભોજનિયાં
શ્રી ખોડિયાર માં ની આરતી new pdf 2024

7.ખોડલ દર્શનિયા થાય છે

હાં રે કોઈ જુનાણે જઈને ચાલો ગળધરે
ખોડલ દર્શનીયા થાય છે
હાં રે માનાં મંદિરીયામાં વાગે ત્રંબાળુ
ખોડલ દર્શનિયા થાય છે
હાં રે મારા મનડામાં મૈયા મૈયા થાય છે.
હાં રે મારુ દિલડું ત્યાં દોડી દોડી જાય છે.
હાં રે મારા અંતરીયામાં થાયે અજવાળા
ખોડલ દર્શનિયા થાય છે
હાં રે સૂતા સપને દર્શનિયા થાય છે
હાં રે મારી નીંદરડી ઉડી ઉડી જાય છે
હાં રે મારા ઓરડીયામાં કોને જગાડુ…. ખોડલ….
હાં રે ખોડલ જુનાણે પરગટ થાય છે.
હાં રે સાતેં બહેનો સંગાથે જન્મ થાય છે.
હાં રે માડી મામડિયાની, થયા લાડકડી… ખોડલ….
હાં રે રાત પડે ને ભેંસ રુપ ધરિયા
હાં રે સાત બહેનોએ બગીયા ચરીયા
હાં રે રાજા કાઢે પગેરી, કૌતુક અનરુ…. ખોડલ…..
હાં રે પંગ મામડિયાના ઘરે જાય છે
હાં રે જોઈ રાજા કોપાયમાન થાય છે
હાં રે રાજા બાંડી બકરીયા ભેંસો ના મારે.. ખાડલ…
હાં રે ચારણ માથે કરંડિયો લઈ જાય છે.
હાં રે સાત બહેનો બેસાડીને જાય છે
હાં રે મા ત્રાંબાના તૂંબડે,લોઢા દંતચુળે… ખોડલ…
હાં રે જુના જુના ગળધરે મૂકી જાય છે.
હાં રે પિતા મામડિયો રોઝ બની જાય છે.
હાં રે મચ્છા રુપ ધરીને સોના સરીખડે… ખોડલ…
હાં રે વાત સૂણી રાજા ત્યાં જાય છે.
હાં રે સ્વારી સાથે જનાનુ જાય છે.
હાં રે રાજા આવી ગળધરે પડ્યો ચરણીયે… ખોડલ…
હાં રે માત ખોડલ પરગટ ત્યાં થાય છે
હાં રે રાણી સોમલને પરસન થાય છે
હાં રે તને પુત્ર દઉં પારણે, બંધાવું બારણે… ખોડલ….
હાં રે સાઈઠ વરસે પુત્ર જન્મ થાય છે.
હાં રે નવઘણ નામે સોરઠ ગુણ ગાય છે
હાં રે નવખંડમાં નામના, કીધી મા કામના… ખોડલ….
હાં રે નવઘણ જાહલની વ્હારે જાય છે
હાં રે દેવ ચકલી સ્વરુપે મા જાય છે
હાં રે મા પીઠડ બાટીની, થાને તું સાખલી… ખોડલ…..
હાં રે હમીર સુમરો તો સિંધમાં હણાય છે
હાં રે તેના કોઠામાંથી ઈ તો જાય છે
હાં રે મા નવઘણની વ્હારે, ચાલી એકલડી… ખોડલ…
હાં રે મા પીઠડનું મંદિર ચણાય છે.
હાં ત્યાં અયપનું માથુ જાય છે
હાં રે રાજા અયપ સજીવન, કીધો તેં માવડી… ખોડલ…
હાં રે જાહલવાળી જુનાણે જાય છે.
હાં રે સાત બેનું જોવા ત્યાં જાય છે
હાં રે મા મામડિયાની, સાતે બાલકડી… ખોડલ…
શ્રી ખોડિયાર માં ની આરતી new pdf 2024

8.ડગમગ ડોલે છે નાવડી

માટેલ ધરાવાળી માત, ખોડલ આવોને માવડી
વારે આવોને ખોડિયાર, ડગમગ ડોલે છે નાવડી
સંસાર સાગરમાં જીવનની નાવડી
અજ્ઞાન અંધારા જામ્યા છે માવડી
જ્ઞાનની જ્યોત પ્રગટાય ડગમગ ડોલે છે નાવડી
આશા તૃષ્ણાના તરંગે દોડાય છે
લોભ લાલચમાં લપટી જવાય છે
મમતા હજી ના મૂકાય, ડગમગ ડોલે છે નાવડી
મોહમાયાના મોજા અથડાય છે
પાપ કરતા પાછું વાળી ના જોવાય છે
તું માડી હું તારો બાળ ડગમગ ડોલે છે નાવડી
બાળકના દિલની વાત માં જાણી જાય છે
ભૂલ કરે તો કદી સમજાવી જાય છે
માં માં કરતા પોકાર, ડગમગ ડોલે છે નાવડી
આજકાલ કરતા અડધું ગુમાવ્યુ
તારા ભજન વિના જીવન ગુમાવ્યું
સમજ્યો ત્યાંથી લેજે સંભાળ, ડગમગ ડોલે છે નાવડી
હૃદયમાં ભાવ મને જાગે છે ભક્તિના
ગુણગાયા ખોડલ જગદંબા શક્તિના
માં નો મહિમા તો અપાર, ડગમગ ડોલે છે નાવડી
પ્રેમના પુષ્પથી તમને વધાવું
અંતરનાં ઉમંગથી તમને રિઝાવું
ખમકારે આવો ખોડિયાર ડગમગ ડોલે છે નાવડી
જૂઠા જગતની જૂઠી છે માયા
જ્યાં સુધી સ્વાર્થ ત્યાં સુધી આવ્યા
અળગા થતા લાગે ન વાર, ડગમગ ડોલે છે નાવડી
શ્રી ખોડિયાર માં ની આરતી new pdf 2024

શ્રી ખોડિયાર માં ની આરતી new pdf

નિષ્કર્ષ :

શ્રી ખોડિયાર માતાના ભાવિક ભક્તો માટે સુંદર લખાણ માં આરતી ભજન અને ગરબા નું આ આર્ટિકલ માં વર્ણન કરવામાં આવેલ છે જેનો હરેક ભક્તજન લાભ ઉઠાવી શકે છે.

આ પણ વાંચો   લગ્નગીત ગુજરાતી pdf 2024

માં ખોડલ દરેક ભક્તો ની મનોકામના પૂર્ણ કરે એવી અભિલાષા સાથે આ સરસ મજાના ગીત ગરબા અને આરતી ભજન આ બ્લોગ માં દર્શવામાં આવેલ છે.

આ આરતી ભજન બીજા ભક્તો સુધી પણ પહોંચાડીને એક પુણ્ય નું કામ કરી શકાય છે. જય શ્રી આઈ ખોડિયાર.

FAQ :

Khodiyar maa na bhajan gujarati pdf in gujarati

શ્રી ખોડિયાર માં ની આરતી new pdf ને gujaratsahay.com માં માતાજી ની આરતી ને સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવેલ છે.

ખોડલ માં ની આરતી

ચાર ચાર ધામની માઁ ખોડલમાંની આરતી…..૨
ખમ્મા તુને ખોડલમાડી, લીલી રાખો આડી વાડી,
નિરખીયે માઁ દાડી દાડી, દર્શન દેજો માડી રે,
ચાર ચાર ધામની મા……. ૪
gujaratsahay.com

ખોડીયાર મા ની આરતી

શ્રી ખોડિયાર માતાના ભાવિક ભક્તો માટે સુંદર લખાણ માં આરતી ભજન અને ગરબા નું gujaratsahay.com માં વર્ણન કરવામાં આવેલ છે જેનો હરેક ભક્તજન લાભ ઉઠાવી શકે છે.

ખોડીયાર માની આરતી કિંજલ દવે

શ્રી ખોડિયાર માતાના ભાવિક ભક્તો માટે સુંદર લખાણ માં આરતી ભજન અને ગરબા નું gujaratsahay.com માં વર્ણન કરવામાં આવેલ છે જેનો હરેક ભક્તજન લાભ ઉઠાવી શકે છે.