શ્રી અંબે માઁ ની આરતી ગરબા pdf 2023

ગુજરાતી ભાષામાં શ્રી અંબે માઁ ની આરતી ગરબા pdf સરળ રીતે આ બ્લોગ માં રજુ કરેલ છે જેનો ભાવિક ભક્તો લ્હાવો લઇ શકે છે.

નવરાત્રીના પાવન પર્વ માટે ભાવિક ભક્તો માટે ખુબ જ સુંદર અંબે માતાના ગરબા અને આરતી નું ખુબ જ સુંદર રીતે આ આર્ટિકલ માં ગુજરાતી ભાષામાં pdf સ્વરૂપ માં રજુ કરવામાં આવેલ છે.જે દરેક ભક્તો આ આર્ટિકલ માંથી ફ્રી માં પ્રાપ્ત કરી શકે છે.

નવરાત્રી ના નવ દિવસ સુધી માઁ અંબે ના પાવન ગરબા ગવાય છે અને નવ દિવસ સુધી માઁ ની આરતી થાય છે. અને ખેલૈયાઓ માઁ ના ગરબા પર સુંદર રાસ રમે છે. એના માટે આ બ્લોગ પર ગરબા અને આરતી ને સુંદર ડિજાઇન પૃષ્ઠ પર બતાવેલ છે જે આપ સૌ કોઈ જોઈ શકો છો.

ગુજરાતના હરએક ગામ અને શહેર માં અને નાની નાની શેરીઓ થી લઈને મોટા મોટા પાર્ટી પ્લોટ માં સુંદર ગરબા નું આયેજન કરવામાં આવે છે અને અનેરી ભક્તિ નો માહોલ દરેક જગ્યા એ જોવા મળે છે.

  • શ્રી અંબે માઁ ના ગરબા ગીત pdf
  • અંબે માઁ ની આરતી જય આદ્યા શક્તિ આરતી pdf
  • અંબે માઁ ના ગરબા pdf માટે નીચે સુધી જાવ

Table of Contents

અંબે માઁ ની આરતી જય આદ્યા શક્તિ

જય આદ્યા શક્તિ આરતી
જય આદ્યા શક્તિ માઁ જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા,(૨) પડવે પ્રકટ્યા માઁ …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
દ્વિતીયા બેવ સ્વરૂપ, શિવ શક્તિ જાણું માઁ શિવ.. (૨)
બ્રહ્મા ગણપતિ ગાવે (૨), હર ગાયે હર માઁ …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા માઁ ત્રિભુવન.. (૨)
ત્રયા થકી તરવેણી (૨), તું તરવેણી માઁ …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
ચોથે ચતુરા મહાલક્ષ્મી માઁ, સચરાચર વ્યાપ્યા માઁ.. (૨)
ચાર ભૂજા ચૌ દિશા (૨), પ્રકટ્યા દક્ષિણમાં …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા માઁ પંચમી.. (૨)
પંચ તત્વ ત્યાં સોહીએ (૨), પંચે તત્વોમાં …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો માઁ મહિષાસુર.. (૨)
નર નારીના રૂપે (૨), વ્યાપ્યા સર્વે માઁ …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી સંધ્યા માઁ સાવિત્રી..(૨)
ગૌ ગંગા ગાયત્રી (૨), ગૌરી ગીતા માઁ …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
અષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદા માઁ આઈ.. (૨)
સુરનર મુનીવર જનમ્યા (૨), દેવ દૈત્યોમાં …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા માઁ સેવે.. (૨)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
દશમી દશ અવતાર, જય વિજયા દશમી માઁ (૨)
રામે રામ રમાડ્યા (૨), રાવણ રોળ્યો માઁ …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા માઁ કાત્યાયની.. (૨)
કામદુર્ગા કાલિકા (૨), શ્યામા ને રામા …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
બારસે બાળા રૂપ, બહુચરી અંબા માઁ બહુચરી..(૨)
બટુક ભૈરવ સોહીએ (૨), કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ માઁ …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા માઁ તમે.. (૨)
બ્રહ્મા વિષ્ણુ સદાશીવ (૨), ગુણ તારા ગાતાં …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા માઁ ચંડી.. (૨)
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની માઁ …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા માઁ સાંભળજો.. (૨)
વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસ માઁ સોળસે..(૨)
સંવત સોળે પ્રગટ્યા (૨), રેવાને તીરે, માઁ ગંગાને તીરે …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
ત્રંબાવટી નગરી, માઁ રૂપાવટી નગરી માઁ મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ (૨), ક્ષમા કરો ગૌરી, માઁ દયા કરો ગૌરી …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, માઁ જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, માઁ અંબા દુઃખ હરશે …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
એકમ એક સ્વરૂપ, અંતર નવ ધરશો માઁ અંતર.. (૨)
ભોળા ભવાનીને ભજતાં (૨), ભવસાગર તરશો …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
માઁ નો મંડપ લાલ ગુલાલ, શોભા બહુ સારી માઁ શોભા.. (૨)
કુકડ કરે છે કિલ્લોલ (૨), તુજ ચરણે માડી …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
જય બહુચર બાળી, માઁ જય બહુચર બાળી
આરાસુર માં અંબા (૨), પાવાગઢ કાલી …
ઑમ જયૐ જયૐ માઁ જગદંબે.
યા દેવી સર્વ ભુતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
|| બોલો શ્રી અંબે માત કી જય ||
શ્રી અંબે માઁ ની આરતી ગરબા pdf

અંબે માઁ ની આરતી જય આદ્યા શક્તિ PDF

શ્રી અંબે માંની આરતી pdf સ્વરૂપ માં ખુબ જ સુંદર પૃષ્ઠ પર સુંદર ડિજાઇન થી સજાવીને બનાવામા આવેલ છે જે હરએક ભાવિક ભક્તો પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ માં સાચવી શકે છે અને નિત્ય માઁ ની આરતી ના ગુણગાન કરી શકે છે.

શ્રી અંબે માઁ ના ગરબા ગીત pdf

નવરાત્રી ના નવ દિવસ શ્રી અંબે માંના ગરબા અને નિત્ય પૂજા અર્ચના કરવામાં આવે છે અને ખેલૈયાઓ રોજ રાત્રે ગામે ગામ અને શહેરો માઁ ગલીએ ગલીએ માતાના ગરબા નું સુંદર આયોજન કરે છે અને અર્વાચીન ગરબા ગાય છે જે આ બ્લોગ પોસ્ટ મા માંના ગરબા નું સુંદર રીતે ગુજરાતી ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો   Gujarati Bhajan Pdf - ભક્તો માટે આધ્યાત્મિક ખજાનો 2023

અંબે માઁ ના ગરબા pdf માટે નીચે સુધી જાવ

ખેલ ખેલ રે ભવાની માઁ, જય જય અંબે માઁ

ખેલ ખેલ રે ભવાની માઁ, જય જય અંબે માઁ
મારી અંબા માને કાજે રે જય જય અંબે માઁ
બાળી બહુચરના કાજે રે જય જય અંબે માઁ
મારી બુટભવાની માઁને કાજે રે જય જય અંબે માઁ
કાળી કાળકા માઁને કાજે રે જય જય અંબે માઁ
માઁનાં નોરતા આવ્યા રે જય જય અંબે માઁ
સહુ ગોરીના મનને ભાવ્યા રે જય જય અંબે માઁ
ઘેર ઘેર ગરબા ગાયે રે જય જય અંબે માઁ
ચાચર ચાંદનીઓ બંધાયે રે જય જય અંબે માઁ
તેમાં શોભા ઘણી થાયે રે જય જય અંબે માઁ
માને સેવક ચાચર લાવે રે જય જય અંબે માઁ
માજી ચાચર રમવા આવે રે જય જય અંબે માઁ
માજી શણગાર સજી આવે રે જય જય અંબે માઁ
માજી સહાય તેને કોણ ચાખે રે જય જય અંબે માઁ
તેના વિઘ્ન માજી કાપે રે જય જય અંબે માઁ
તેને સુખ શાંતિ મા આપે રે જય જય અંબે માઁ
તેને વૈકુંઠ વાસ આપે રે જય જય અંબે માઁ
ખેલ ખેલ રે ભવાની માઁ, જય જય અંબે માઁ (૨)
શ્રી અંબે માઁ ના ગરબા ગીત pdf

પેથલપુરમાં પાવો વાગ્યોને ગરબા ગીત

હે પેથલપુરમાં પાવો વાગ્યોને મારો સુતો સોણલડો,
જાગ્યો જવાન લાલ ભમ્મરિયા, રે લાલ ભમ્મરિયા (૨)
હે નેહડો લગાવી હાલ્યો તું મુંબઇ, મુંબઇ મોટું શહેર,
હો.. હો.. , હો.. હો.. હો..
હે તારા વિજોગે અહીં અમે ઝુરતા ને ત્યાં તું કરતો લહેર
અલ્યા ઝાઝું રોકાજે ના આજ જવાન લાલ ભમ્મરિયા,
હો.. ઝાઝું ના બોલજે આજે કે દલડું દાઝે દાઝે રે લાલ
હે તારાથી નેણલો લાગ્યો, લાગ્યો રે રંગ હૈયે કસુંબલ,
જાગ્યો જાગ્યો રે લાલ ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા,
ભમ્મરિયા લાલ લાલ ભમ્મરિયા…
હે ..ઇ રે પાવાનાં સૂર સુણતા રે તારી વાંહે રે જીવડો રેલ,
કેટલાંય ભાઇબંધની હારે કેવડારો તું ને સંદેશો રે.
હે આવી હું દોડી દોડી કે ઘરબાર છોડી જવાન લાલ,
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા, ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા. (૨)
ઓરે બાર બાર મહિના જાગી વીતાવજે જો જો તું વાટડી રે,
હે વાલમ તારા વિના થાશે હવે વેરણ રાતડી રે
હો જોડિને રોકાયા વ્હાલા નથી જાવું વ્હાલા જવાન લાલ.
પેથલપુરમાં પાવો વાગ્યોને મારો સુતો સોણલડો,
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા, ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા.
શ્રી અંબે માઁ ના ગરબા ગીત pdf

ઢોલીડા ઢોલ ધીમો વગાડ મા

ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના (૨)
ધ્રૂજે ના ધરણી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના (૨)
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના (૨)
ઢોલીડા, ઢોલીડા, ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
હો…..ચમકંતી ચાલ માને ઘૂઘરી ઘમકાર
નેપુરના નાદ સાથે તાળીઓના તાલ (૨)
ગરબામાં ઘૂમતા માંને કોઈથી પહોંચાયના, કોઈથી પહોંચાય ના (૨)
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના (૨)
ઢોલીડા, ઢોલીડા, ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
હો…..સોળે શણગાર સજી, અવની પર આજ
રમવાને રાસ આવ્યા અલબેલી માત (૨)
નીરખું નીરખુંને મારું મનડું ધરાય ના, મનડું ધરાય ના (૨)
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના (૨)
ઢોલીડા, ઢોલીડા, ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
હો…..વાંકડિયા વાળ શોભે, કેશ ઘણા
મોગરાની વેણીમાં ચંપા બે ચાર (૨)
આછી આછી ઓઢણીમાં રૂપ માંનુ માય ના, રૂપ માંનુ માય ના (૨)
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના (૨)
ઢોલીડા, ઢોલીડા, ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
ઉમટ્યા સૌ લોક આજ ગબ્બરના ગોખ
મોતી વેરાણા રૂડા ચાકરના ચોક (૨)
વીણું વીણું ને મારી છાબડીમાં માય ના, છાબડીમાં માય ના (૨)
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના (૨)
ધ્રૂજે ના ધરણી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના (૨)
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના (૨)
ઢોલીડા, ઢોલીડા, ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
ધીમો વગાડ મા, ધીમો વગાડ મા
શ્રી અંબે માઁ ના ગરબા ગીત pdf

જીવણજી નઇ રે જવા દઉં આજ ગરબા ગીત

જીવણજી નઇ રે જવા દઉં આજ,
વનમાં રાતલડી રાખું રે… (૨)
કે મારી નથડીનો શણગાર,
મારા રૂદીયામાં માં રાખું રે,
કે મારી ટીલડીનો શણગાર,
મારા હૈયામાં રાખું રે,
જીવણજી નઇ રે જવા દઉં …
કે મારા ચૂડલાનો શણગાર,
મારા રૂદીયામાં માં રાખું રે,
મારી બંગડીનો રણકાર,
મારા રૂદીયામાં માં રાખું રે,
જીવણજી નઇ રે જવા દઉં …
હે મારા કડલાનો શણગાર,
મારા રૂદીયામાં માં રાખું રે,
કે મારી કોડિયોનો રણકાર,
મારા રૂદીયામાં માં રાખું રે,
જીવણજી નઇ રે જવા દઉં આજ,
કે વનમાં રાતલડી રાખું રે…
જીવણજી નઇ રે જવા દઉં..
શ્રી અંબે માઁ ના ગરબા ગીત pdf

ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ ગરબા ગીત

ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
કે ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર
કે ગરબે રમવા આવજો રે લોલ.
ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
પહેલી કંકોતરી રે પાવાગઢ મોકલો રે લોલ,
કે દેજો મારી કાળકા માને હાથ
કે ગરબે રમવા આવજો રે લોલ.
ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
બીજી કંકોતરી રે આરાસુર મોકલો રે લોલ,
કે દેજો મારી અંબા માને હાથ
કે ગરબે રમવા આવજો રે લોલ.
ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
ત્રીજી કંકોતરી રે શંખલપુર મોકલો રે લોલ,
કે દેજો મારી બહુચર માને હાથ
કે ગરબે રમવા આવજો રે લોલ.
ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
ચોથી કંકોતરી રે ચોટીલા મોકલ્યો રે લોલ,
કે દેજો મારી ચામુંડમાને હાથ
કે ગરબે રમવા આવજો રે લોલ.
ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
પાંચમી કંકોતરી રે ગળધરા મોકલ્યો રે લોલ,
કે દેજો મારી ખોડીયારમાને હાથ
કે ગરબે રમવા આવજો રે લોલ.
ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
કે ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર
કે ગરબે રમવા આવજો રે લોલ.
ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
શ્રી અંબે માઁ ના ગરબા ગીત pdf

ગઢ ચોટીલે રમે ચામુંડ માઁ ગરબા ગીત

હે તારો ગઢ રે ચોટીલો બતાવ મોરી માઁ
ગઢ ચોટીલે રમે ચામુંડ માઁ (૩)
માડી ની પારે વાંજીયા રે આવે (૨)
હે માડી ની પારે વાંજીયા રે આવે
માડી ની પારે વાંજીયા રે આવે
હે વાંજીયા ને પારણાં બંધાવે મોરી માઁ
ગઢ ચોટીલે રમે ચામુંડ માઁ (૩)
માડી ની પારે આંધળા રે આવે (૨)
હે માડી ની પારે આંધળા રે આવે
માડી ની પારે આંધળા રે આવે
હે આંધળા ને આંખ્યુ આપે મોરી માઁ
ગઢ ચોટીલે રમે ચામુંડ માઁ (૩)
હે તારો ગઢ રે ચોટીલો બતાવ મોરી માઁ
ગઢ ચોટીલે રમે ચામુંડ માઁ
ઓ…ગઢ ચોટીલે રમે ચામુંડ માઁ ||
શ્રી અંબે માઁ ના ગરબા ગીત pdf

ગોરી રાધા ને કાળો કાન ગરબા ગીત

થનગનતો આ મોરલો, એની પરદેશી છે ઢેલ,
ખમ્મા રે વાલમજી મારા, ખરો કરાવ્યો મેળ,
રે…. ખરો કરાવ્યો મેળ,
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. (૨)
રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે, જગની રીત નું શું કામ, (૨)
આખો માંડી ને જુએ ગામ…
હે , ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. (૨)
પશ્ચિમ ના રાધારાણી, પૂરબ નો કાનુડો,
કેવી આ હંસલા ની જોડ રે…
નવરંગી રાતું માં રુમેઝુમે બેલડી ને ,
ખાટા મીઠા એના બોર રે. (૨)
રાધાનું તનડું નાચે મનડું નાચે,
કાન્હા ની મોરલી ,
ભુલાવે જોને સહુના ભાન,
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. (૨)
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. (૨)
રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે, જગની રીત નું શું કામ, (૨)
આખો માંડી ને જુએ ગામ…
હે કાન્હા, કાન્હા ,
હૈ રંગે ચંગે જુવાન હૈયા
રંગ જમાવે મનગમતા
હે ફેર ફરન્તા ઘેર ઘુમન્તા
જોબનવંતા થનગનતાં
જીરે થનગનતાં
હે છમ છમ કરતા તારલિયા આ
નવલી રાતે ચમકંતા
હૈ ખેલ કરંતા સહેલ કરંતા
રાસ રમંતાં ખેલંદા જી રે (૨)
ગોરી રાધા ને કાળો કાન…
શ્રી અંબે માઁ ના ગરબા ગીત pdf

ખોડિયાર છે જોગમાયા રે ગરબા ગીત

ખોડિયાર છે જોગમાયા રે,
માઁ મૈયા ની ખોડિયાર છે જોગમાયા
રાજ્પરે માઁ ખોડિયાર બિરાજતા
એ… આનંદ ઘણેરો થાય રે… માઁ મૈયા… ખોડિયાર
માજીની પારે માનતાઓ આવે,
એ… ઘી લાપસીનાં ખાણાં રે… માઁ મૈયા… ખોડિયાર
માજીની પારે વાંજીયાઓ આવે,
એ… હેતે હાલરડાં ગવડાવે રે… માઁ મૈયા… ખોડિયાર
માજીની પારે આંધળાઓ આવે,
એ… આંધળા ને આંખ માઁ દેતા રે… માઁ મૈયા… ખોડિયાર
માજીની પારે પાંગળાઓ આવે,
એ… પાંગળા ને પગ માઁ દેતા રે… માઁ મૈયા… ખોડિયાર
ચૂંદડી ને મોરીઓ હાથોહાથ લીધાં,
એ…એવા અનેક પરચા દીધા રે… માઁ મૈયા… ખોડિયાર
નમી નમીને પાયે લાગુ આઠે પહોરમાં,
એ… ભક્તો તમારા ગુણ ગાવે રે… માઁ મૈયા… ખોડિયાર
પ્રેમ મહી સંસારમાં, અનેક તને મળનારા,
માઁ વિના જગ માં કોઈ નથી, અજબ પ્રેમ કરનારા
શ્રી અંબે માઁ ના ગરબા ગીત pdf

માઁ ગબ્બર વાળી તારા ભજન ની મને ધૂન લાગી

તારા ભજન ની મને ધૂન લાગી,
માઁ ગબ્બર વાળી તારા ભજન ની મને ધૂન લાગી
ધૂન લાગી રે અંબા ધૂન લાગી … માઁ ગબ્બર વાળી
તારું હસતું મુખડું જોઉં છું,
મારા હૈયા ની સાનભાન ખોઉં છું,
ગુણ તાળી પાડીને હું ગાઉં છું … માઁ ગબ્બર વાળી
લાલ ચૂંદડી ની શોભા છે ન્યારી,
એમાં આભલાંની શોભા ભારી છે,
ભાલે ટીલડી ચિત્ત હરનારી છે … માઁ ગબ્બર વાળી
અષ્ટ ભુજાએ હથિયાર ધર્યા છે,
વળી વાઘ પર આસાન કર્યા છે,
પગે કામ્બિને કંડલા ઝાંઝરીયા છે … માઁ ગબ્બર વાળી
એક આંખમાં માંની મમતા છે,
બીજી આંખમાં ધીરજ સમતા છે,
આંજળ કાજળીયા મનગમતા છે … માઁ ગબ્બર વાળી
દેવો ગુણલાં ગાવા આવે છે,
સાથે વ્રજના લોકોને લાવે છે,
તારા ગુણલે ગગન ગજાવે છે … માઁ ગબ્બર વાળી
સંગે નારદ વીણા વગાડે છે,
ડાક ડમરુ તાલ પુરાવે છે,
તારા ભક્તો ગરબા ગવડાવે છે … માઁ ગબ્બર વાળી
શ્રી અંબે માઁ ના ગરબા ગીત pdf

નાવડી પાર ઉતારો મારી ગરબા ગીત

નાવડી પાર ઉતારો મારી, માવડી નાવડી પાર ઉતારો
આરાસુરની માડીને સમરું (૨)
સિંહે કરી સવારી… નાવડી..
પહેલા તે યુગ મા પાર્વતી કહેવાણા, શંકર ઘેર પટરાણી રે,
સિંહે કરી સવારી ભસ્માસુર માર્યો (૨)
જગમાં શાંતિ સ્થાપી રે … નાવડી..
બીજા તે યુગ મા સીતાજી કહેવાણા, રામચંદ્ર ઘેર પટરાણી રે,
લંકાપતિ એવા રાવણ ને માર્યો (૨)
કહેવાણી જોગમાયા રે … નાવડી..
ત્રીજા તે યુગ મા પાંચાલી કહેવાણા, પાંડવ ઘેર પટરાણી રે,
કૌરવ કુળ નો નાશ કર્યો માડી (૨)
કલ્યાણી તું કહેવાણી રે … નાવડી..
ચોથા તે યુગ મા તારામતી કહેવાણા, હરિશ્ચંદ્ર ઘેર પટરાણી રે,
સત્ય ને ખાતર તું વેંચાણી (૨)
જગમાં તું પૂજાણી રે … નાવડી..
પાંચમા તે યુગ મા સાવિત્રી કહેવાણા, સત્યવાન ઘેર પટરાણી રે,
લેખ લખેલા તે મીટાવ્યા (૨)
વિધાત્રી તું કહેવાણી રે … નાવડી..
છઠ્ઠા તે યુગ મા વીરબાઈ કહેવાણા, જલિયાણ ઘેર પટરાણી રે,
બ્રહ્માને તું તો દાનમા દેવાણી (૨)
જગમાં કીર્તિ ફેલાણી રે … નાવડી..
સાતમા તે યુગ મા કસ્તુરબા કહેવાણા, મોહન ઘેર પટરાણી રે,
દેશ ખાતર કારાગૃહ સેવ્યા (૨)
જગતમાં તું પૂજાણી રે … નાવડી..
શ્રી અંબે માઁ ના ગરબા ગીત pdf

ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
એને ઝૂલે તે ઝૂલવાની હોંશ ઘણી
ભક્તો ઝુલાવે ખમ્મા માઁ ખમ્મા કહી
ભક્ત ગાયે ને ખુશી થાય અંબા ઝૂલે છે… ઝૂલે
માને દરવાજે નોબત ગડગડે
વળી શરણાઈ ના સુર સાથે ભળે
રાસ મસ્તીના સૂરો સંભળાય અંબા ઝૂલે છે… ઝૂલે
માએ સોળે શણગાર અંગે ધર્યા
ભાલે કેસર કુમકુમ ના અર્ચન કર્યા
હાથે ખડગ ત્રિશુલ સોહાય અંબા ઝૂલે છે… ઝૂલે
માને તેજે ભાનુદેવ ઝાંખા પડે
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જેવા ભજે
માંની દેવો સૌ આરતી ગાય અંબા ઝૂલે છે… ઝૂલે
માડી ચાલે ત્યાં કુમકુમના પગલાં પડે
માડી બોલે ત્યાં મુખડે થી ફૂલડાં ઝરે
કરવા દર્શન સૌ બન્યા છે બેભાન અંબા ઝૂલે છે… ઝૂલે
માંના સોના હિંડોળે રત્ન જડ્યા
માએ સાચા મોતીના તોરણ બાંધ્યા
મહી ઝળકે છે જ્યોત અપાર અંબા ઝૂલે છે… ઝૂલે
આજ શોભા આરાસુરની નવલી બની
આવો આવો સૌ નરનારી સાથે મળી
ગરબો ગાયે ને માઁ ખુશ થાય અંબા ઝૂલે છે… ઝૂલે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે… ઝૂલે
શ્રી અંબે માઁ ના ગરબા ગીત pdf
  • ambe maa garba pdf – અંબે માઁ ના ગરબા pdf

શ્રી વિશ્વંભરી સ્તુતિ

વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિ ને દૂર કરી સદબુદ્ધિ આપો
મામ પાહિ ઑમ ભગવતી ભવ દુઃખ કાપો ||
ભૂલો પડી ભવરણે ભટકું ભવાની
સૂઝે નહિ લગીર કોઈ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનના ઉતાપો
મામ પાહિ ઑમ ભગવતી ભવ દુઃખ કાપો ||
આ રંક ને ઉગરવા નથી કોઈ આરો
જન્માંધ છું જનની હું ગ્રહી બાહ્ય તારો
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો
મામ પાહિ ઑમ ભગવતી ભવ દુઃખ કાપો ||
માઁ કર્મ જન્મ કથની કરતા વિચારું
આ સૃષ્ટિ માઁ તુજ વીના નથી કોઈ મારુ
કોને કહું કઠણ યોગ તણો બળાપો
મામ પાહિ ઑમ ભગવતી ભવ દુઃખ કાપો ||
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
આડમ્બરે અતિ ઘણો મદથી ભરેલો
દોષો થકી દુષિતના કરી માફ પાપો
મામ પાહિ ઑમ ભગવતી ભવ દુઃખ કાપો ||
ના શાસ્ત્ર ના શ્રવણનું પયપાન કીધું
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
મામ પાહિ ઑમ ભગવતી ભવ દુઃખ કાપો ||
રે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી
આ જીંદગી થઈ મને અતિશેય અકારી
દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો
મામ પાહિ ઑમ ભગવતી ભવ દુઃખ કાપો ||
ખાલી ન કોઈ સ્થળ છે વિણ આપ ધારો
બ્રહ્માંડ માઁ અણુ અણુ મહી વાસ તારો
શક્તિ ન માપ ગણવા અગણિત માપો
મામ પાહિ ઑમ ભગવતી ભવ દુઃખ કાપો ||
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો
ખોટો ખરો ભગવતી પણ હું તમારો
જાડ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો
મામ પાહિ ઑમ ભગવતી ભવ દુઃખ કાપો ||
શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે
વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો
મામ પાહિ ઑમ ભગવતી ભવ દુઃખ કાપો ||
શ્રી સદ્દગુરુ શરણમાં રહીને ભજું છું
રાત્રી દિને ભગવતી તુજને નમું છું
સદ્ભક્ત સેવક તણા પરિતાપ ચાંપો
મામ પાહિ ઑમ ભગવતી ભવ દુઃખ કાપો ||
અંતર વિષે અધિક ઊર્મિ થતા ભવાની
ગાઉં સ્તુતિ તવબળે નમીને મૃડાની
સંસારના સકળ રોગ સમૂળ કાપો
મામ પાહિ ઑમ ભગવતી ભવ દુઃખ કાપો ||
માઁ સિવાય આ જગમાં નથી કોઈ મારુ
સાચા સગા ભગવતી બહુ મેં વિચાર્યું
ભૂલું કદાચ ભવપાશ તણાં કુસંગે
માંગુ ક્ષમા ત્રિપુરાસુંદરી આ પ્રસંગે
મામ પાહિ ઑમ ભગવતી ભવ દુઃખ કાપો ||
શ્રી અંબે માઁ ના ગરબા ગીત pdf
  • શ્રી વિશ્વંભરી સ્તુતિ PDF

માતાજી ની સ્તુતિ વંદના

હે જગજનની હે જગદંબા, માત ભવાની શરણે લેજે
આદ્યશક્તિ તું આદિ અનાદિ, અરજી અંબા ઉરમાં ધરજો… હે
હોય મેરુ સરખું દુઃખ મુજને, રંજ એનો થવા ના દેજે
રજ સરખું દુઃખ જોઈ બીજાનું, રોવાના બે આંસુ દેજે… હે
આત્મા કોઈનો આનંદ પામે, ભલે સંતાપી મુજ આત્માને
આનંદ એનો અખંડ રહેજો, કંટક દે મને પુષ્પો એને… હે
ધૂપ બનીને સુગંધ દેજે, રાખ બનીને ઉડી જવા દેજે
બળું ભલે પણ બાળુના કોઈને, જીવન સુગંધિત મારુ કરજે… હે
કોઈના તીર નું નિશાન બનીને, દિલ મારુ વિંધાવા દેજે
ઘા સહીને ઘા કરું ના કોઈને, ઘાયલ થઈ પડી રહેવા દેજે…હે
અમૃત મળે કે ન મળે મુજને, આશિષ અમૃતમય તું દેજે
ઝેર જીવનના પી હું જાણું, પચાવવાની શક્તિ તું દેજે… હે
દેજે શક્તિ, દેજે ભક્તિ, દુનિયાના દુઃખો સહેવાને,
દુર્લભ શાંતિ તારા ચરણે, માઁ મને તું ખોળે લેજે… હે
શ્રી અંબે માઁ ના ગરબા ગીત pdf
  • માતાજી ની સ્તુતિ વંદના

નિષ્કર્ષ –

નવલી નવરાત્રી ના પાવન પર્વ માં ખેલૈયાઓ ને ગરબા રમવા માટે અને માતાની આરતી ઉતારવા માટે આ બ્લોગ પોસ્ટ માં બહુ જ સુંદર રીતે માતાની આરતી, સ્તુતિ અને અર્વાચીન ગરબા નું વર્ણન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો   શ્રી ખોડિયાર માં ની આરતી new pdf 2024

આ આર્ટિકલ માં ગરબા, સ્તુતિ, પ્રાર્થના અને આરતી નું pdf ફોર્મેટ માં સુંદર પૃષ્ઠ પર રજુ કરેલ છે, જે હરકોઈ પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર માં સાચવી શકે છે, અને બીજાને પણ મોકલી શકે છે, આ ઉપરાંત એની ખુબ સરસ પ્રિન્ટ પણ કઢાવી શકે છે એ હેતુ થી આ આર્ટિકલ સમસ્ત ભાવિક ભક્તો માટે રજુ કરેલ છે તો આનો લ્હાવો અવશ્ય લેવો.

ભાવિક ભક્તો ની માઁ હર મનોકામના પૂર્ણ કરે અને માઁ ના આશીર્વાદ હંમેશા ગરબે ગાનાર રમનાર અને જોનાર ને અવિરત મળતાં રહે એવી માઁ અંબે ભવાની ને બે હાથ જોડીને પ્રાર્થના. જય માઁ અંબે.

FAQ –

અર્વાચીન ગરબા pdf

આ બ્લોગ પોસ્ટ માં માંના અર્વાચીન ગરબા જેવા કે..
1. ખેલ ખેલ રે ભવાની માઁ, જય જય અંબે માઁ
2. માઁ ગબ્બર વાળી તારા ભજન ની મને ધૂન લાગી
3. ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
4. નાવડી પાર ઉતારો મારી ગરબા ગીત
5. ખોડિયાર છે જોગમાયા રે ગરબા ગીત
6. ગોરી રાધા ને કાળો કાન ગરબા ગીત
7. ગઢ ચોટીલે રમે ચામુંડ માઁ ગરબા ગીત
8. ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ ગરબા ગીત
9. જીવણજી નઇ રે જવા દઉં આજ ગરબા
10. ઢોલીડા ઢોલ ધીમો વગાડ મા
11. પેથલપુરમાં પાવો વાગ્યોને ગરબા ગીત
નું ખુબ જ સુંદર રીતે pdf ફોર્મેટ માં રજુ કરેલ છે.

લખેલા ગરબા pdf

આ બ્લોગ પોસ્ટ માં માંના અર્વાચીન લખેલા ગરબા ની pdf દર્શાવામાં આવેલ છે જે હર કોઈ ભાવિક ભક્ત એને ડાઉનલોડ કરી શકે છે.

Gujarati Garba pdf

ગુજરાતસહાય. કોમ માં માંના ગુજરાતી ગરબા ની pdf દર્શાવામાં આવેલ છે જે હર કોઈ ભાવિક ભક્ત એને ડાઉનલોડ કરી શકે છે.

નવરાત્રી ગરબા pdf

નવરાત્રી ના નવ દિવસ શ્રી અંબે માંના ગરબા અને નિત્ય પૂજા અર્ચના કરવામાં આવે છે અને ખેલૈયાઓ રોજ રાત્રે ગામે ગામ અને શહેરો માઁ ગલીએ ગલીએ માતાના ગરબા નું સુંદર આયોજન કરે છે અને અર્વાચીન ગરબા ગાય છે જે આ બ્લોગ પોસ્ટ મા માંના ગરબા નું સુંદર રીતે ગુજરાતી ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે