લગ્નની તૈયારી pdf new 2024

આ આર્ટિકલ માં આપણે લગ્ન માં આવતા દરેક કાર્ય ની સંપૂર્ણ માહિતી લગ્નની તૈયારી pdf માં જોઈ શકીશું

લગ્ન પ્રસંગ માં ઘણી બધી તૈયારીઓ કરવી પડતી હોઈ છે, લગ્ન માં ઉપયોગમાં લેવાતી વસ્તુ માં નાનામાં નાની વસ્તુ થી લઈને મોટી વસ્તુ નું લિસ્ટ બનાવું પડતું હોઈ છે.

આ ઉપરાંત છોકરા અને છોકરી ના લગ્ન માં ઘણી બધી વસ્તુ સમાન હોઈ છે તો થોડી અલગ અલગ પણ હોઈ છે જે આપણે આ આર્ટિકલ માં સંપૂર્ણ જોઈશું.

લગ્નનું આયોજન કેવી રીતે કરવું

લગ્ન પ્રસંગ નું આયોજન કરવા માટે સૌ પ્રથમ તો એક બજેટ નક્કી હોવું જરૂરી છે. ત્યારબાદ તેમાં વપરાતી તમામ ચીજવસ્તુ નું એક સુંદર લિસ્ટ હોવું જોઈએ.

બજેટ ખર્ચો કઈ વસ્તુ માં કેટલો કરવો અને કેટલો ના કરવો એ ખુબ જ ધ્યાન આપવા જેવી બાબત છે. લગ્ન માં બને ત્યાં સુધી બિન જરૂરી ખર્ચ ના કરવા જોઈએ. અગર આપણી પાસે પૈસા ખુબ છે તો આપ પોતાની રીતે ખર્ચ કરી શકો છો.

જો છોકરી ના લગ્ન હોઈ તો કરિયાવર સૌથી મહત્વ નું પાત્ર છે. કઈ કઈ ઘર વપરાશ ની વસ્તુ દીકરી ની માટે લેવી કે બનાવવી એનું લિસ્ટ એ ઉપરાંત તેના ઘરેણાં બનાવવા, અને કપડાં લત્તા એ પણ જરૂરી બની રહે છે.

એમ જ છોકરા માં પણ ઘણું બધું આવે છે તો ચાલો લિસ્ટ pdf જોઈએ.

  • લગ્ન માં સૌ પ્રથમ તો લગ્નવિધિ ની સામગ્રી નું એક લિસ્ટ બનાવો.
  • દીકરી ના લગ્ન હોઈ તો લગ્ન લખવાની પ્રથા માટે ગોરમહારાજ પાસેથી એક સામગ્રી નું લિસ્ટ તૈયાર કરવું.
  • લગ્ન લખતી વખતે આવતા મહેમાનો માટે ચા પાણી કે નાસ્તા નું એક લિસ્ટ તૈયાર કરવું.
  • જો દીકરા ના લગ્ન હોયતો આવેલ મહેમાનો માટે ચા પાણી કે નાસ્તા નું એક લિસ્ટ તૈયાર કરવું.
  • વિવાહ નો શુભ અવસર ક્યાં કરવો તે પાર્ટી પ્લોટ કે વાડી નું ભાડું નક્કી કરો.
  • કાર્ડ કંકોતરી નું મહેમાનોની ગણતરી પ્રમાણે એક બજેટ નક્કી કરવું.
  • કાર્ડ અને કંકોતરી નું એક લિસ્ટ મહેમાનો ની ગણતરી પ્રમાણે તૈયાર કરવું.
  • બહારગામ થી આવતા મહેમાનો માટે ના ઉતારા નું આયોજન બજેટ પ્રમાણે નક્કી કરવું.
  • ઉતારા માં રોકાયેલ મહેમાનો માટે ચા નાસ્તો, તૈયાર થવાની સામગ્રી, ન્હાવા ધોવા માટે ની સામગ્રી, પાણી ની વ્યવસ્થા ની ગોઠવણ કરવી.
  • જો લગ્ન પહેલા ગૃહશાંતી હવન નું આયોજન હોય તો તે તમામ સામગ્રી ભેગી કરવી.
  • ઘર આંગણા માટે લીલા તોરણ અને હાર અને પૂજાપો ની વ્યવસ્થા કરવી.
  • પરણેતર માટે ના હાર ગુલદસ્તા ની તૈયારી કરવી.
  • દીકરા કે દીકરી ના લગ્ન માટે સૌથી મહત્વ નું ઘરેણાં નું એક બજેટ નક્કી કરવું.
  • દીકરા કે દીકરી ના લગ્ન માટે કપડાં લત્તા અને પરિવાર માટે પણ વસ્ત્ર નું એક બજેટ નક્કી કરવું.
  • ઘર આંગણે લગ્ન ગોઠવાય તો મંડપ અને ડેકોરેશન નું ભાડું નક્કી કરવું.
  • લગ્ન માટે ગીત ગરબા ના આયોજન માટે એક સાઉન્ડ કે બેન્ડ ની વ્યવસ્થા કરવી.
  • ગરબા માં મહેમાનો માટે ચા નાસ્તો કે જ્યુસ પીણાં ની વ્યવસ્થા કરવી.
  • બીજા દિવસે ગોરબાપા પાસે થી મંડપ મુહૂર્ત માટે ની તમામ સામગ્રીની એક લિસ્ટ તૈયાર કરી ગોઠવણ કરવી.
  • મંડપ મુહૂર્ત માં પાટે બેસાડવા, પીઠી ચોળવી, ચાક વધાવો જેવી રસમ માટેની તમામ સામગ્રી ની એક લિસ્ટ તૈયાર કરવી.
  • મામેરીયા માટે વસ્ત્ર કે કોઈ ભેટ સોગાથ તેમજ ભોજન ની વ્યવસ્થા તૈયાર કરવી.
  • મંડપ મુહૂર્ત ના દિવસે બપોર અને રાત્રી ના ભોજન ની યાદી તૈયાર કરવી.
  • ફોટા કેમેરા વાળનું બજેટ નક્કી કરવું.
  • ઘરે લગ્ન ની ગોઠવણ હોય તો ભોજન સમારોહ માટે ના વાસણ,પાણી,બરફ અને લાઇટિંગ ની વ્યવસ્થા કરવી.
  • ભોજન માટે એક થાળી નો ખર્ચ બજેટ રસોઈયા પાસે થી નક્કી કરવો.
  • ભોજન સમારોહ કેટલી વાર અને ક્યાં ટાઇમે ગોઠવવો છે એની ગોઠવણ કરવી.
  • ભોજન માટે નું એક સુંદર મેનુ લિસ્ટ તૈયાર કરવું.
  • મહેમાનો માટે ચા ઠંડુ કે આઈસ્ક્રીમ હોઈ તો તેની ગોઠવણ કરવી.
  • દીકરી ના લગ્ન હોય તો જાન ના દિવસે ના ભોજન ની લિસ્ટ યાદી બજેટ પ્રમાણે તૈયાર કરવી.
  • છાબ માટે ની તમામ સામગ્રી નું લિસ્ટ
  • દીકરી ના લગ્ન હોય તો ગીત સંગીત રાખવાનું હોઈ તો ગાવાવાળા કે સાઉન્ડ વાળા ના બજેટ પ્રમાણે તૈયારી કરવી.
  • દીકરા ના લગ્ન હોયતો વરઘોડા માટે બેન્ડબાજા કે ઢોલી, બગી, આતીશબાજી, ફેંટાવાળા, ફોટા કે વિડિઓ કેમેરાવાળા, જાન સાથે ચા પાણી ની વ્યવસ્થા વગેરે એક બજેટ પ્રમાણે નક્કી કરી શકાય.
  • જો જાન બહારગામ લઈને જવાનું હોય તો બસ કે ગાડી ભાડું નક્કી કરવું.
  • જો દીકરા ના લગ્ન હોઈ તો વિદાઈ વેળાએ ગાડી શણગારવા નું બજેટ નક્કી કરવું.
આ પણ વાંચો   શ્રી કૃષ્ણ ભજનાવલી Gujarati pdf 2024

ગણેશ સ્થાપન અને લગ્નવિધિમાં જોઈતો પૂજાપો નું લિસ્ટ

આ બધી વિધિ માટે જરૂરી આરતી ની થાળી, કંકુ,ચોખા,અબીલ,ગુલાલ,સિંદુર,હળદર,ચંદન,કપૂર,અગરબત્તી,દીવડો,બાકસ,નાડાછડી,સૂતર,જનોઈ,ઘઉં,ચોખા,ગોળ,પંચામૃત,ફૂલ,હાર,નાળીયેર,પાન,સોપારી,રૂપિયાના સિક્કા,આસોપાલવ ના પાન, કોપરાની વાટી,પ્રસાદ માટે પાંચ જાતના ફળો,ઘી,આચમની,તરભાણું,સફેદ અને લાલ કપડુ, પાણીમાટે ત્રાંબાનો કળશ,મોટી બે-ત્રણ થાળી,બાજોઠ,પાટલા,આસનિયાં,જવ, સફેદ તલ, વિદાય વખતે મમરા વાળું સૂપડું જે કન્યા વિદાય વેળાએ માં ના ખોળામાં પાછું જોયાં વગર ખોબો ભરીને નાખે છે.

તમામ લગ્ન ના પ્રસંગો માટે જોઈતી ચીજવસ્તુ નું લિસ્ટ

  • મીંઢળ, પોંખણા, બાજોઠ, છાબ, સંપુટ, કપૂરગોટા,અંતરપટ,શીરુટાની થાળી, ખભે નાખવાનો ખેસ, સાકર પતાસા, ખાંડ, મીઠાઈમાં પેંડા, રામણ દીવો
  • છેડાછેડી બાંધવા માટે સફેદ અથવા ગુલાબી ૨.૫૦ મીટરનું ખેસ જેવું સુતરાઉ કાપડ, માણેકસ્તંભ અને કાળો દોરો.

મંડપ મુહૂર્ત ની સામગ્રી નું લિસ્ટ

૧ બાજોઠ, ૨ કૂંડા, ૧૦ નાગરવેલના પાન, ૨ હાર, ૧ મોટો રૂમાલ, ૧ શાલ, મગ, ૨ નાળિયેર, છુટા ફૂલ, લગ્નનો કાગળ, ૧ કાચી નાની સોપારી, ૧ સાથિયો, ૧ વાંક, બે ફાંટાવાળો ૧ હળદરનો ગાંઠીયો, કંકાવટી, ૧ વીંટી, પીઠી, ઝૂડો, કંકુ, ચોખા, ચૂંદડી, તેલ, કાંસકો, ૮ શ્રીફળ.

વરઘોડા માટે પડલા ની લિસ્ટ

વરઘોડા સાથે વર પક્ષવાળા પડલો લઈને કન્યા પક્ષવાળાને ઘેર જાય છે તેમાં એલચી, તજ, લવીંગ, સોપારી, ૨ શણગારેલા થાળ, ૫ જોડી કપડા, વાંક-વીંટી, લીલી ચુંદડી, ૧ વરમાળા, અબીલ-ગુલાલ, ખારેક, હળદરનો ગાઠીયો, ચંપલ, અત્તર, અરીસો, ચાંદલા, સાથિયો, બંગડી, આભૂષણ ઘરેણાં, મીંઢળ, નાડાછડી, મોરાસીંગ, છેડાછેડીનો સફેદ ખેસ અને લીલી ચૂંદડી.

સામૈયું અને પોંખણા માટેની સામગ્રી લિસ્ટ

જાન આવે ત્યારે તેને વધાવવા માટે કન્યા ની બહેન જે સામગ્રી લઈને આવે છે તેને સામૈયું કહેવાય છે જેમાં ઉપયોગી વસ્તુ આ પ્રમાણે છે.

સામૈયું માટે ની સામગ્રી માં ૧ શ્રીફળ, ૧ કળશ, ૧ ઈંઢોણી, ૫ નાગરવેલ ના પાન, શુદ્ધ પાણી.

પોંખણા માટે ની સામગ્રી માં ચાર લાકડા ની દાંડીઓ (ઘોંસરૂ, સાંબેલું, ત્રાગ અને રવાઈ), ૨ કોડિયાં (સંપુટ)

માં માટલા નું સામગ્રી લિસ્ટ

૧ માટીનું માટલું, ૧ કોડિયું વાટ સાથે, સવા કિલો ઘંઉ, સવા પાંચ રૂપિયા, નાળિયેર ની જોડી અને મીઠાઈ અને બાક્સ.

કરિયાવર ની યાદી pdf

દીકરી ના કરિયાવર માટે માતાપિતા પોતાના જીવન ની તમામ કમાણી પોતાની લાડકવાઈ દીકરી માટે ખર્ચી નાંખે છે. દીકરી ને ગમતી ઘર ગૃહસ્થી ની દરેક ચીજવસ્તુ એના માતાપિતા લઇ આપે છે જે એ સાસરે લઇ જાય છે.

કરિયાવર ની યાદી pdf

લગ્ન કંકોત્રી નમૂનો pdf

લગ્ન પ્રસંગ ને ધામધૂમ થી ઉજવવા માટે અને માનીતા મહેમાનો ને આમન્ત્રિત કરવા માટે સૌ પ્રથમ કંકોતરી છપાવવામાં આવે છે.

કંકોતરી છપાવતા પહેલા એક મેનુ જેમાં ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત, ગીત ગરબા,ભોજન સમારંભ, જાન પ્રસ્થાન, જાન આગમન, ટહુકો, દર્શનાભિલાષી, સ્નેહાધીન, મોસાળ પક્ષ, અને શુભ સ્થળ જેવા હેડિંગ ઉમેરી એક મેમો તૈયાર કરવામાં આવે છે.

લગ્ન કંકોત્રી ફરમો

વરરાજા ના કપડા

વરરાજા ના કપડાં ની યાદી માં જોઈએ તો હલ્દી રસમ માટે પીળા વસ્ત્ર, વાના રસમ માટે દેશી કેડિયું, મંડપ મુહૂર્ત માટે કુર્તા પાયજામા, અને પરણેતર માટે સૂટ કે શેરવાની નો ઉપયોગ થાય છે.

આ ઉપરાંત ફોટો સેશન માટે તૈયાર રેડીમેડ ફોર્મલ કપડાં, બ્લૅઝર, કે સૂટ નો ઉપયોગ કરવામાં આવે છે.

વરરાજા ની વસ્તુ નું લિસ્ટ જોઈએ તો એમાં તલવાર (કટાર), ઘરેણાં, મીંઢોળ, ફૂલોનો હાર, અને ગુલદસ્તો જેવી વસ્તુ ની જરૂર પડે છે.

કન્યા ના વસ્ત્ર

કન્યા ના વસ્ત્રની યાદી માં જોઈએ તો હલ્દી રસમ માટે પીળા વસ્ત્ર, વાના રસમ માટે દેશી ભરતકામ વાળા ઘાઘરા ચોળી, મંડપ મુહૂર્ત માટે સાડી, અને પરણેતર માટે પાનેતર, ઘાઘરા ચોળી નો ઉપયોગ થાય છે.
આ ઉપરાંત ફોટો સેશન માટે તૈયાર રેડીમેડ ફોર્મલ કપડાં, સૂટ, ડ્રેસ કે સાડી નો ઉપયોગ કરવામાં આવે છે.

કન્યા ની વસ્તુ નું લિસ્ટ જોઈએ તો એમાં ઘરેણાં (આભૂષણ), મીંઢોળ, ફૂલોનો હાર, માથાની વેણી,ચૂંદડી જેવી વસ્તુ ની જરૂર પડે છે.

પરિજનો ના વસ્ત્ર

લગ્ન દીકરા કે દીકરી માંથી ગમે તેના હોય પણ આ પ્રસંગે વસ્ત્ર, આભૂષણ, બુટ ચપ્પલ, મૉજડી, પરફ્યુમ, સૂટ શેરવાની, કુર્તા પાયજામા, સાડી ડ્રેસ, કટલેરી અને બેલ્ટ જેવી ઘણી બધી નાની મોટી વસ્તુઓ પરિવાર ના લોકો માટે પણ ખરીદવી પડતી હોય છે.

આ ઉપરાંત બહેન દીકરી, મોસાળ, ફઈ અને સાસરિયા વાળા માટે પણ વસ્ત્ર પરિધાન કે ભેટ સોગાત ખરીદવા પડતા હોય છે.

નિષ્કર્ષ :

લગ્ન પ્રસંગ નું આયોજન કરવા માટે સૌ પ્રથમ તો એક બજેટ નક્કી હોવું જરૂરી છે. ત્યારબાદ તેમાં વપરાતી તમામ ચીજવસ્તુ નું એક સુંદર લિસ્ટ હોવું જોઈએ.

લગ્ન પ્રસંગ માં ઘણી બધી તૈયારીઓ કરવી પડતી હોઈ છે, લગ્ન માં ઉપયોગમાં લેવાતી વસ્તુ માં નાનામાં નાની વસ્તુ થી લઈને મોટી વસ્તુ નું લિસ્ટ બનાવું પડતું હોઈ છે.

લગ્નવિધિમાં જોઈતો પૂજાપો, કરિયાવર ની યાદી, મંડપ મુહૂર્ત ની સામગ્રી, સામૈયું અને પોંખણા માટેની સામગ્રી, લગ્ન કંકોત્રી, વરરાજા અને કન્યા ના વસ્ત્ર અને પરિજનો ના વસ્ત્ર, આભૂષણ, ડેકોરેશન, બેન્ડબાજા, ઢોલી, બગી, શણગાર જેવા દરેક નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો   ગુજરાતી માં કલમ ખટારો pdf -એક નવા અંદાજ માં 2023

FAQ –

લગ્ન કંકોત્રી ડિઝાઇન

કંકોતરી છપાવતા પહેલા એક મેનુ જેમાં ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત, ગીત ગરબા,ભોજન સમારંભ, જાન પ્રસ્થાન, જાન આગમન, ટહુકો, દર્શનાભિલાષી, સ્નેહાધીન, મોસાળ પક્ષ, અને શુભ સ્થળ જેવા હેડિંગ ઉમેરી એક મેમો તૈયાર કરવામાં આવે છે.
pdf માટે gujaratsahay.com પર જાવ

લગ્ન લખવાની વિધિ

લગ્ન લખવા ની વિધિ માટે વરપક્ષ અને કન્યા પક્ષ માંથી ૨-૨ વડીલો માંડવા નીચે સાથે મળીને લગ્ન લખે છે. ગોર મહારાજ બંને ની કુંડલી લખશે તેના ઉપર સોપારી, હળદરનો ગાંઠીયો,અને પૈસા રાખીને નાડાછડીથી બાંધશે. પછી તેના પર કંકુનો સાથિયો કરી ચાંદલો કરી અને ચોખા મુકશે.પછી ૧ થાળીમાં ૫ સોપારી અને ૫ ખારેક મૂકી અને લગ્નનો પડીકો મુકશે.
આ લગનીયું તૈયાર કરી લઈ કન્યા પક્ષવાળાની નાની કુંવારી બાળા કાંસાની થાળી માં બધું ગોઠવી વરરાજાના ઘરે જાય, જ્યાં વર પક્ષવાળા લગનિયું પોંખી લઈ લે અને તે પડલામાં મૂકી દે છે, અને પછી હસ્ત મેળાપ વખતે આ લગનિયું હાથમાં રખાય છે.

લગ્ન મંગલાષ્ટક pdf

દામ્પત્યે પગલાભરી પ્રણય નાં
ધર્મે પ્રિતી રાખજો
આશિષો પ્રભુ ની સદા વરસજો
કુર્યાત સદા મંગલમ્
લગ્ન મંગલાષ્ટકમ pdf માટે gujaratsahay.com પર જાવ

હિન્દુ લગ્ન વિધિ

હિંદુ લગ્નવિધિ માં સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશ ને પૂજવામાં આવે છે અને ત્યારબાદ માણેકસ્થંભ રોપતી વખતે ભગવાન બ્રહ્માજી નું પૂજન થાય છે અને જયારે પરણેતર થાય છે ત્યારે ભગવાન શિવ પાર્વતી અને લક્ષ્મીનારાયણ ને પૂજવામાં આવે છે.

લગ્ન વિધિની સમજણ

લગ્નવિધિ માં સૌ પ્રથમ વર કન્યાના હસ્તમેળાપ થાય છે પછી બંને ચોરીના ચાર ફેરા ફરે છે. જેમાં ચાર ભાઈઓ જવતલ હોમે છે. ત્યારબાદ વરરાજા ને કન્યા ની માતા કંસાર જમાડે છે અને પછી વર કન્યાને મંગળસૂત્ર પહેરાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. પછી બંને પક્ષ ના વડીલો વરકન્યા ને આર્શીવચન આપે છે .
ચોરીની વિધિ બાદ વરકન્યા આર્શીવાદ લેવા પ્રથમ કન્યાના રૂમમાં આવે છે અને ત્યાં માં માટલાને પગે લાગે છે, અને પછી વરના રૂમમાં પગે લાગે છે.

લગ્ન ની યાદી

1. લગ્ન માં સૌ પ્રથમ તો લગ્નવિધિ ની સામગ્રી નું એક લિસ્ટ બનાવો.
2. દીકરી ના લગ્ન હોઈ તો લગ્ન લખવાની પ્રથા માટે ગોરમહારાજ પાસેથી એક સામગ્રી નું લિસ્ટ તૈયાર કરવું.
3. લગ્ન લખતી વખતે આવતા મહેમાનો માટે ચા પાણી કે નાસ્તા નું એક લિસ્ટ તૈયાર કરવું.
4. જો દીકરા ના લગ્ન હોયતો આવેલ મહેમાનો માટે ચા પાણી કે નાસ્તા નું એક લિસ્ટ તૈયાર કરવું.
5. વિવાહ નો શુભ અવસર ક્યાં કરવો તે પાર્ટી પ્લોટ કે વાડી નું ભાડું નક્કી કરો.
6. કાર્ડ કંકોતરી નું મહેમાનોની ગણતરી પ્રમાણે એક બજેટ નક્કી કરવું.
7. કાર્ડ અને કંકોતરી નું એક લિસ્ટ મહેમાનો ની ગણતરી પ્રમાણે તૈયાર કરવું.
8. બહારગામ થી આવતા મહેમાનો માટે ના ઉતારા નું આયોજન બજેટ પ્રમાણે નક્કી કરવું.
9. ઉતારા માં રોકાયેલ મહેમાનો માટે ચા નાસ્તો, તૈયાર થવાની સામગ્રી, ન્હાવા ધોવા માટે ની સામગ્રી, પાણી ની વ્યવસ્થા ની ગોઠવણ કરવી.
10. જો લગ્ન પહેલા ગૃહશાંતી હવન નું આયોજન હોય તો તે તમામ સામગ્રી ભેગી કરવી.
11. ઘર આંગણા માટે લીલા તોરણ અને હાર અને પૂજાપો ની વ્યવસ્થા કરવી.
12. પરણેતર માટે ના હાર ગુલદસ્તા ની તૈયારી કરવી.
13. દીકરા કે દીકરી ના લગ્ન માટે સૌથી મહત્વ નું ઘરેણાં નું એક બજેટ નક્કી કરવું.
14. દીકરા કે દીકરી ના લગ્ન માટે કપડાં લત્તા અને પરિવાર માટે પણ વસ્ત્ર નું એક બજેટ નક્કી કરવું.
15. ઘર આંગણે લગ્ન ગોઠવાય તો મંડપ અને ડેકોરેશન નું ભાડું નક્કી કરવું.
16. લગ્ન માટે ગીત ગરબા ના આયોજન માટે એક સાઉન્ડ કે બેન્ડ ની વ્યવસ્થા કરવી.
17. ગરબા માં મહેમાનો માટે ચા નાસ્તો કે જ્યુસ પીણાં ની વ્યવસ્થા કરવી.
18. બીજા દિવસે ગોરબાપા પાસે થી મંડપ મુહૂર્ત માટે ની તમામ સામગ્રીની એક લિસ્ટ તૈયાર કરી ગોઠવણ કરવી.
18. મંડપ મુહૂર્ત માં પાટે બેસાડવા, પીઠી ચોળવી, ચાક વધાવો જેવી રસમ માટેની તમામ સામગ્રી ની એક લિસ્ટ તૈયાર કરવી.
19. મામેરીયા માટે વસ્ત્ર કે કોઈ ભેટ સોગાથ તેમજ ભોજન ની વ્યવસ્થા તૈયાર કરવી.
20. મંડપ મુહૂર્ત ના દિવસે બપોર અને રાત્રી ના ભોજન ની યાદી તૈયાર કરવી.
21. ફોટા કેમેરા વાળનું બજેટ નક્કી કરવું.
22. ઘરે લગ્ન ની ગોઠવણ હોય તો ભોજન સમારોહ માટે ના વાસણ,પાણી,બરફ અને લાઇટિંગ ની વ્યવસ્થા કરવી.
23. ભોજન માટે એક થાળી નો ખર્ચ બજેટ રસોઈયા પાસે થી નક્કી કરવો.
24. ભોજન સમારોહ કેટલી વાર અને ક્યાં ટાઇમે ગોઠવવો છે એની ગોઠવણ કરવી.
25. ભોજન માટે નું એક સુંદર મેનુ લિસ્ટ તૈયાર કરવું.
26. મહેમાનો માટે ચા ઠંડુ કે આઈસ્ક્રીમ હોઈ તો તેની ગોઠવણ કરવી.
27. દીકરી ના લગ્ન હોય તો જાન ના દિવસે ના ભોજન ની લિસ્ટ યાદી બજેટ પ્રમાણે તૈયાર કરવી.
28. છાબ માટે ની તમામ સામગ્રી નું લિસ્ટ
29. દીકરી ના લગ્ન હોય તો ગીત સંગીત રાખવાનું હોઈ તો ગાવાવાળા કે સાઉન્ડ વાળા ના બજેટ પ્રમાણે તૈયારી કરવી.
30. દીકરા ના લગ્ન હોયતો વરઘોડા માટે બેન્ડબાજા કે ઢોલી, બગી, આતીશબાજી, ફેંટાવાળા, ફોટા કે વિડિઓ કેમેરાવાળા, જાન સાથે ચા પાણી ની વ્યવસ્થા વગેરે એક બજેટ પ્રમાણે નક્કી કરી શકાય.
31. જો જાન બહારગામ લઈને જવાનું હોય તો બસ કે ગાડી ભાડું નક્કી કરવું.
32. જો દીકરા ના લગ્ન હોઈ તો વિદાઈ વેળાએ ગાડી શણગારવા નું બજેટ નક્કી કરવું.

વરરાજા ની વસ્તુ

વરરાજા ની વસ્તુ નું લિસ્ટ જોઈએ તો એમાં તલવાર (કટાર), ઘરેણાં, મીંઢોળ, ફૂલોનો હાર, અને ગુલદસ્તો જેવી વસ્તુ ની જરૂર પડે છે.